Gujarat Jan Ekta
તાજા સમાચાર
Breaking News ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

દાહોદના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કઠલાના રોજમદારને સળંગ નોકરી તથા પડેલા દિવસોનો 50% પગાર ચૂકવવા અંગે નામદાર મજૂર અદાલત દાહોદનો આદેશ – જાણો વધુ

સંકેત પંડ્યા – એડિટર

દાહોદ જિલ્લામાં આવેલ જિલ્લા આરોગ્ય અધિકારી જિલ્લા પંચાયત ના તાબા હેઠળ ની પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કઠલામાં તારીખ ૨૪/૬/૨૦૦૦ થી રોજમદાર તરીકે ફરજ બજાવતા નરેશભાઈ શકરીયાભાઈ હરીજન ને લાંબી નોકરીના દરમિયાન કોઈપણ જાતના વ્યાજબી કારણો સિવાય મજૂર કાયદાની જોગવાઈઓ ૨૫ એચ અને ૨૫ એફ નું ઉલંઘન કરી કામદારની પૂર્વ મંજૂરી મેળવવા સિવાય એ જાણ કર્યા સિવાય બલરામ મેન પાવર એજન્સીમાં ટ્રાન્સફર કરી દીધેલ જે તે સમયે તેઓને અગાઉની નોકરી કર્યા બાબતે કોઈપણ પ્રકારનું વળતર ચૂકવેલ ના હતું. જે બાબતે કામદારે સામા વાળાને ટ્રાન્સફર કરવા અંગે વિરોધ દર્શાવતા તેઓએ તારીખ ૧/૭/૧૮ થી તેમની નોકરીમાંથી ગેરકાયદેસર રીતે છુટા કરી દીધેલા. જે તે સમયે પણ કોઈ પણ પ્રકારનું વળતર ચૂકવેલ ન હતો.

ગુજરાત સ્ટેટ લેબર ફેડરેશનના પ્રમુખ એ.એસ ભોઈ

જેને લઇ અરજદાર નરેશ હરીજને ગુજરાત સ્ટેટ લેબર ફેડરેશનના પ્રમુખ એ.એસ ભોઈ તથા સોમાભાઈ ચૌહાણ નો સંપર્ક કરી તેમને થયેલા અન્યાય બાબતે આઈડી એક્ટ ની કલમ ૧૦(૧) હેઠળ પડેલા દિવસોના પગાર સાથે મૂળ જગ્યાએ પુનઃસ્થાપિત કરવા અંગેનો વિવાદ મજૂર અદાલત દાહોદ સમક્ષ ઉપસ્થિત કરેલ. જે વિવાદ ચાલી જતા નામદાર મજૂર અદાલત સમક્ષ કેસમાં પડેલા પુરાવા અને આધારે દાહોદ મજુર અદાલતના ન્યાયાધીશ ડીજે ચૌહાણ સાહેબે આ કામના શ્રમયોગી નરેશ હરિજનને તારીખ ૨૪/૬/૨૨ ના રોજ આંક ૨૦ થી પડેલા દિવસોના ૫૦ ટકા પગાર સહિત સળંગ નોકરી ગણી મૂળ જગ્યાએ પુનઃ સ્થાપિત કરવાનો આદેશ ફરમાવેલ છે. જે આદેશથી અરજદારના પરિવાર જ્ઞાતી બંધુઓ તેમજ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના તમામ કામદારોમાં આનંદની લાગણી પ્રવૃત્તિ છે

Share

Related posts

લુણાવાડામાં સાંઈ બંગલોઝ બહાર 20 દુકાનો ગેરકાયદેસર : જિલ્લા કલેકટરે તોડવાનો હુકમ કરતા નગરપાલિકાએ દુકાનો ખાલી કરવા આપી નોટીસ !! – જાણો વધુ

gujaratjanekta

ભગવાન બિરસા મુંડાની ૧૫૦મી જન્મજયંતિ નિમિત્તે ફતેપુરા ખાતે જનજાતિય ગૌરવ દિવસની ઉત્સાહભેર કરાઈ ઉજવણી

gujaratjanekta

ઝાલોદ પોલીસ દ્વારા સરદાર વલ્લભભાઈ પટેલ નાઓની ૧૫૦ મી જન્મ જયંતિ નિમિતે એકતા દોડનુ સુંદર આયોજન કર્યું

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial