Gujarat Jan Ekta
તાજા સમાચાર
Breaking News ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

ગોધરા મુસ્લિમ સમાજ વકફ (શુરા)ના આગેવાનોનુ નુપુર શર્મા સામે તાત્કાલિક કાયદેસર ના પગલા લેવા આવેદન પત્ર આપવામા આવ્યું

રિપોર્ટર:-મેહફુઝ હસન ગોધરા 

અહેવાલ:-અબ્દુલ્લાહ પંજાબી

 

ગોધરા શહેર મા ગુરુવાર ના રોજ કલેક્ટર કચેરી ના ગેટ પાસેથી ગોધરા મુસ્લિમ ઘાંચી સમાજ વકફ(શુરા)અને ગોધરા મુસ્લિમ સમાજ ના આગેવાનો રેલી સ્વરૂપે કલેક્ટર કચેરીએ પોહચી ને આવેદનપત્ર આપ્યું હતુ. જેમાં મોટી સંખ્યા મા મુસ્લિમ સમાજ ના આગેવાનો,ધાર્મિકવડાઓ હાજર રહ્યા હતા.
મુસ્લિમ સમાજ દ્વારા આપવામા આવેલ આવેદનપત્રમા લખી જણાવેલ કે ખાનગી ટી.વી.ચેનલ ડિબેટ દરમ્યાન ભાજપ ના રાષ્ટ્રીય પ્રવક્તા નુપુર શર્મા દ્વારા પયગંબર હજરત મુહમ્મદ(સ.અ.વ) સાહેબ ની શાન મા અભદ્ર અને અપમાન જનક શબ્દો બોલવામાં આવ્યા હતા.જેનાથી ભારત સહીત સમગ્ર વિશ્વના મુસ્લિમો ની લાગણી દુભાઈ છે અને વિશ્વભર મા દેશ ની છબી ખરડાઈ છે એટલું જ નહી સ્વતંત્રતા પછી વેશ્વિક કક્ષાએ દેશના ગૌરવ અને આત્મ સન્માન સામે સૌથી મોટો પ્રશ્ન ઉભો થયો છે
અભદ્ર ટિપ્પણી કરતા ભાજપ પક્ષે નુપુર શર્મા અને નવીન જીંદાલ ને પાર્ટીમાંથી સસ્પેન્ડ કરી પક્ષ તરીકે જવાબદારી પુરી કરી છે. જે સરાહનીય છે પરંતુ ભાજપ પક્ષ નીજ સરકાર દ્વારા આ બાબતે કોઈ કાનુની કાર્યવાહી કરવામાં આવી નથી તે દુઃખ ની વાત છે.અને તેના થી દેશના મુસ્લિમો ની લાગણી દુભાઈ છે.
તેથી નુપુર શર્મા, નવીન જીંદાલ અને તેમના તેમના સમર્થકો વિરુદ્ધ સરકાર દ્વારા સખતમા સખત કાનુની કાર્યવાહી કરવામાં આવે અને ભવિષ્યમા કોઈ પણ ધર્મના વ્યક્તિઓની લાગણી દુભાય તેવા ઉચ્ચારણોને અટકાવવા સખતમાં સખત કાનુન બનાવવા તેમજ ટી.વી ચેનલો માટે પણ ચોક્કસ માર્ગદર્શિકા જાહેર કરવામા આવે તેવી માંગ કરતુ આવેદનપત્ર મુસ્લિમ ઘાંચી સમાજ વકફ (શુરા) તરફ થી જિલ્લા કલેક્ટર ને આપવા આવ્યું હતુ.

Share

Related posts

લો બોલો… PM-JAY આયુષ્યમાન યોજના અંતર્ગત 55 બેડની એક જ હોસ્પિટલમાં 240 દર્દીઓની ભરતી !!?

gujaratjanekta

ઝાલોદ નગરના કુરાન શરીફ તેમજ ઈસ્લામના અપમાન બદલ ઝાલોદ મુસ્લિમ બિરાદરોએ આવેદનપત્ર પાઠવી વિરોધ દર્શાવ્યો

gujaratjanekta

ઝાલોદ તાલુકાની લીમડી પોલિસની પ્રસંશનીય કામગીરી : આંતર રાજ્ય ગેંગના ત્રણ વ્યક્તિઓને ઝડપી પાડયા

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial