Gujarat Jan Ekta
તાજા સમાચાર
Breaking News ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

હવામાન ખાતાની આગાહી / ગુજરાતના કયાં વિસ્તારોમાં વરસશે વરસાદ, જાણો હવામાન વિભાગે શું કરી મોટી આગાહી

સંકેત પંડ્યા – એડિટર
ઉનાળાની કાળઝાળ ગરમી વિદાય લઈ રહી છે ત્યારે હવે ધીરે-ધીરે ચોમાસું નજીક આવી રહ્યું છે. હવામાન વિભાગે રાજ્યમાં આજે વરસાદની આગાહી વ્યક્ત કરી છે. ગુજરાત રાજ્યમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની સંભાવના સેવાઇ રહી છે. મહત્વનું છે કે, ગઇ કાલે રાજ્યનાં કેટલાંક વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો. જેમાં મોટાભાગે સૌરાષ્ટ્રના અમરેલીમાં 2 ઇંચ જેટલો વરસાદ વરસ્યો હતો. આ સાથે હવામાન વિભાગે આગાહી કરી છે કે, દક્ષિણ ગુજરાતમાં ભેજવાળા પવનોના કારણે ઠંડક અનુભવાશે.

ઉલ્લેખનીય છે કે, ચોમાસાની સત્તાવાર શરૂઆત થાય તે પહેલાં ગઇ કાલે અમરેલીમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. બપોર બાદ અચાનક વાતાવરણમાં થયેલા ફેરફાર બાદ ધૂળની ડમરીઓ ઉડવા લાગી હતી અને ત્યાર બાદ સતત એક કલાક કરતા વધુ સમય સુધી વરસાદ પડ્યો હતો. અમરેલીના સાવરકુંડલા તાલુકાના વંડા, શેલના, ઘોબા સહિતના વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડ્યા હતાં. જેના કારણે શેલણાની સૂતિશેલ નદી ફરી જીવંત બની હતી અને નદીમાં પૂર જેવાં દ્રશ્યો જોવા મળ્યા હતાં. સતત 42 ડિગ્રી કરતા પણ વધુ તાપમાન બાદ અચાનક આવેલા વરસાદના કારણે વાતવરણમાં એકાએક ઠંડક પ્રસરી ગઈ હતી.


મધ્ય ગુજરાતમાં અમદાવાદ જિલ્લામાં પણ મોડી સાંજે પવનના સુસવાટા સાથે વાતાવરણમાં ફેરફાર જોવા મળ્યો હતો. ગણતરીના દિવસોમાં ગુજરાતના મોટાભાગનાં વિસ્તારોમાં વરસાદી ઝાપટાં સાથે વરસાદ વરસસે.

Share

Related posts

મ્યુનિસિપલ શાળા માં લાલિયા વાડી મંજુરી વગર ભોજન સમારોહ કર્યો

Admin

મુક્ત અને ન્યાયી વિધાનસભાની સામાન્ય ચૂંટણી માટે પોલીસ નિરીક્ષક તરીકે સતીશ કુમાર ગજમીયે, IPS ની નિયુક્તી

Admin

ભાજપના ઈશારે પોલીસે કરી ગોપાલ ઈટાલીયાની અટકાયત,ઈશુદાન ગઢવીએ લગાવ્યો ગંભીર આરોપ

Admin

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial