Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

લાયન્સ ક્લબ ઓફ દાહોદ સીટી દ્વારા બ્લાઈન્ડ વેલફેર કાઉન્સિલ ખાતે ધ્વજ વંદન અને વિદ્યાર્થી સન્માન

લાયન્સ ક્લબ ઓફ દાહોદ સીટી દ્વારા બ્લાઈન્ડ વેલફેર કાઉન્સિલ ખાતે ધ્વજ વંદન અને વિદ્યાર્થી સન્માન
લાયન્સ ક્લબ ઇન્ટરનેશનલ ડિસ્ટ્રિક્ટ 32 32 એફ વન રિજયન ચાર અને ઝોન 2 માં આવેલી લાયન્સ ક્લબ ઓફ સીટી દ્વારા 80 માં સ્વતંત્ર દિવસની ઉજવણી બ્લાઈન્ડ વેલફેર કાઉન્સિલ ખાતે પ્રમુખ લાયન કમલેશ લીમ્બાચીયા ના હસ્તે ધ્વજવંદન કરી કરવામાં આવી હતી. આ સાથે રેડિયો અવાજ દાહોદ દ્વારા વાંચન સ્પર્ધા ના વિજેતા વિદ્યાર્થીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા. વિદ્યાર્થીઓમાં વાંચવાની ટેવ વિકસે એ શુભ આશયથી સ્પર્ધા નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં દાહોદની વિવિધ શાળાઓના 50થી વધુ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. રેકોર્ડિંગ 20 થી 25 જુલાઈ દરમિયાન રાખવામાં આવ્યું હતું. જેમાં વિજેતા વિદ્યાર્થીઓને 15 મી ઓગસ્ટ સ્વતંત્ર દિવસે બ્લાઈન્ડ વેલફેર કાઉન્સિલ ખાતે પ્રથમ રસીદા બોરકી ધોરણ સાત બુરહાની ઇંગ્લીશ મીડીયમ સ્કૂલ દ્વિતીય અમતુલ્લા ગુલગુલા ધોરણ આઠ લીટર ફ્લાવર સ્કૂલ, તૃતીય આર્યા ખપેડ ધોરણ છ શ્રી શ્રી રવિશંકર સ્કૂલ, ચોથા નંબર જુમાના નાયા ધોરણ આઠ બુરહાની ઇંગ્લિશ સ્કૂલ ,પાંચમો નંબર વિશાખા ડોડીયાર ધોરણ આઠ ઠક્કરબાપા સ્કૂલ ને સર્ટિફિકેટ અને ગિફ્ટ આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે લાયન્સ ક્લબ ઓફ દાહોદ સીટીના મંત્રી લાયન યુસુફી કાપડિયા ,ખજાનચી લાયન રાધેશ્યામ શર્મા, ઉપપ્રમુખ લાયન અનિલ અગ્રવાલ ,ભાજપા દાહોદ શહેર પ્રમુખ લાયન અપીલ શાહ, લાયન તુલસી શાહ, લાયન સેફીભાઈ પીટોલવાલા બ્લાઈન્ડ વેલફેર કાઉન્સિલના ટ્રસ્ટશ્રી ખીમજીભાઇ પટેલ, વી એમ પરમાર, સલમાબેન કાપડિયા, રાજાભાઈ ઉપરાંત ડો રણજીતસિંહ નાયક અને ડો અનુબેન શાહ તેમજ શિક્ષક મિત્રો અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો

Share

Related posts

ભગવાન બિરસા મુંડા જનજાતિય ગૌરવ પરિવહન સેવા અંતર્ગત દાહોદ જિલ્લાને કુલ ૬ બસોની ફાળવણી

gujaratjanekta

ઝાલોદ નગરમાં કોંગ્રેસના રાષ્ટ્રીય નેતા રાહુલ ગાંધી આવવાના હોઈ દાહોદ જિલ્લા પોલીસ દ્વારા રૂટ નિરીક્ષણ કરાયું

gujaratjanekta

વલસાડ વિભાગના વાપી ડેપોના મહિલા કર્મચારીની સતર્કતા થી 15 હજાર રૂપિયા ભરેલું પાકીટ મૂળ માલિક ને પરત કરાયું

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial