સોલંકી કિશોરસિંહ
દાહોદ ટાઉન એ ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં ખોટી ઉત્કર્ષ સ્મોલ ફાઇનાન્સ બેન્ક ઉભી કરી સોની વેપારીને સોનાના બિસ્કીટ રથયાત્રામાં દાન આપવાના હોવાનું જણાવી ૨૪ કેરેટના સોનાના ૨૦૦ ગ્રામના જુદા જુદા વજનના બિસ્કીટ કિંમત રૂપિયા ૨૮,૬૦,૦૦૦૦/-આ ખોટી બનાવેલ બેંક ઉપર બોલાવી ફરિયાદી તથા સાહેદને બોલાવી તેઓની નજર ચૂકવી બિસ્કીટ લઈ નાસી ગયેલ જે ત્રણેય આરોપીઓને ગુનામાં ઉપયોગમાં લીધેલ ફોરવ્હીલર ગાડી સાથે ઝડપી પાડી ૧૦૦% મુદ્દા માલ રિકવર કરતી દાહોદ લોકલ ક્રાઈમ બ્રાન્ચ.દાહોદમાં ફિલ્મી ઢબે નકલી બેંક ઉભી કરી સોની વેપારી પાસેથી લાખો રૂપિયાના સોનાના બિસ્કિટની છેતરપિંડી કરનાર ત્રણ શાતિર આરોપીઓને દાહોદ લોકલ ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડ્યા છે. પોલીસે ગુનામાં વપરાયેલી કાર સહિત 100 ટકા મુદ્દામાલ પણ કબજે કર્યો છે.ગત 15 જુલાઈ ૨૦૨૬ના રોજ દાહોદ ટાઉન એ-ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં આરોપીઓએ ઉત્કર્ષ સ્મોલ ફાઇનાન્સ બેંકના નામે ખોટી બેંક ઉભી કરી હતી. આરોપીઓએ સોની વેપારીને રથયાત્રામાં દાન આપવા માટે સોનાના બિસ્કિટની જરૂર હોવાનું જણાવી વિશ્વાસમાં લીધો હતો.વેપારી 200 ગ્રામના અલગ-અલગ વજનના સોનાના બિસ્કિટ લઈને પહોંચતા, આરોપીઓએ તકનો લાભ લઈ અંદાજે રૂ. ૨૮,૬૦,૦૦૦/-(અઠ્ઠાવીસ લાખ ૬૦ હજાર) કિંમતના સોનાના બિસ્કિટ લઈને ફરાર થઈ ગયા હતા.બનાવની ગંભીરતા ધ્યાનમાં લઈ દાહોદ જિલ્લા પોલીસ અધિક્ષકના માર્ગદર્શન હેઠળ લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમે ટેક્નિકલ સર્વેલન્સ, હ્યુમન ઈન્ટેલિજન્સ અને સતત તપાસના આધારે ત્રણેય આરોપીઓને ગુનામાં વપરાયેલી ફોર વ્હીલર કાર સાથે ઝડપી પાડ્યા.પોલીસે આરોપીઓ પાસેથી ચોરાયેલા ૨૦૦ ગ્રામ સોનાના બિસ્કિટ સહિત ૧૦૦% મુદ્દામાલ રિકવર કર્યો છે, હાલ ત્રણેય આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી વધુ તપાસ શરૂ કરવામાં આવી છે.

