Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

દાહોદ ખાતે મહિલા રોજગાર મેળાનું આયોજન: એમ.જી. મોટર્સ દ્વારા અનેક યુવતીઓને સ્થળ પર જ મળી નોકરી.

સોલંકી કિશોરસિંહ,

દાહોદ જિલ્લા રોજગાર કચેરી અને વિવિધ વિભાગોના સહયોગથી મહિલા સશક્તિકરણની દિશામાં મહત્વનું પગલું.રાજ્ય સરકારના શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગના માર્ગદર્શન હેઠળ, દાહોદ જિલ્લા રોજગાર કચેરી દ્વારા મહિલાઓને આત્મનિર્ભર બનાવવાના ઉદ્દેશ્ય સાથે જિલ્લા સેવાસદન, છાપરી ખાતે વિશેષ ‘મહિલા રોજગાર મેળા’નું આયોજન કરવામાં આવ્યું હતું.આ રોજગાર મેળામાં હાલોલ સ્થિત જાણીતી કંપની ‘એમ.જી. મોટર્સ’ (MG Motors) દ્વારા ભાગ લેવામાં આવ્યો હતો. કંપનીના પ્રતિનિધિઓ દ્વારા મહિલા ઉમેદવારો માટે ખાસ ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. મેળાની વિશેષતા એ રહી કે, ઉપસ્થિત મહિલા ઉમેદવારોની શારીરિક ક્ષમતા ચકાસવા માટે સ્થળ પર જ ઊંચાઈ અને વજનની માપણી કરવામાં આવી હતી, સાથે જ તબીબી તપાસ પૂર્ણ કરી ઈન્ટરવ્યુ લેવામાં આવ્યા હતા. જે મહિલા ઉમેદવારો યોગ્ય જણાતા હતા, તેમને સ્થળ પર જ નિમણૂક પત્ર એનાયત કરવામાં આવ્યા હતા.રોજગાર મેળામાં દાહોદ જિલ્લામાંથી મોટી સંખ્યામાં મહિલાઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. પોતાની કારકિર્દી ઘડવા માટે આવેલી યુવતીઓ અને મહિલાઓમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. આ પ્રકારના મેળાથી સ્થાનિક સ્તરે મહિલાઓને રોજગારી મેળવવામાં સરળતા રહે છે અને તેઓ આર્થિક રીતે સક્ષમ બની શકે છે.આ કાર્યક્રમને સફળ બનાવવા માટે જિલ્લા રોજગાર કચેરીના તમામ અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા સક્રિય જહેમત ઉઠાવવામાં આવી હતી. આ ઉપરાંત, કાર્યક્રમમાં મહિલા અને બાળ વિકાસ વિભાગના અધિકારીઓ પણ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા અને મહિલાઓને વિવિધ કલ્યાણકારી યોજનાઓ અંગે માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.

Share

Related posts

ઝાલોદ નગરમાં ભગવાન જગન્નાથની રથયાત્રાની પૂર્વ તૈયારી રૂપે હિન્દુ સનાતન સમિતિની બેઠક સોમનાથ મહાદેવ મંદિરે યોજાઈ

gujaratjanekta

31 ઓક્ટોબરે PM થરાદથી ₹ 8000 કરોડથી વધુ મૂલ્યના વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત અને જાહેરાત કરશે

gujaratjanekta

દાહોદ જિલ્લામાં રાષ્ટ્રીય સ્વતંત્રતા પર્વની ઉજવણીના ભાગરૂપે રાષ્ટ્ર્રધ્વજના સન્માનમાં સ્વતંત્રતા સપ્તાહ હર ઘર તિરંગા, હર ઘર સ્વચ્છતા અભિયાન અંતર્ગત જિલ્લા કલેકટરશ્રી યોગેશ નિરગુડેના અધ્યક્ષ સ્થાને જિલ્લા કક્ષાની તિરંગા યાત્રા યોજાઈ હતી.

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial