સોલંકી કિશોરસિંહ,
દાહોદ ટાઉન એ ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં રાત્રિના સમયે ઇન્દોર અમદાવાદ નેશનલ હાઇવે પાસે પૂર્વ આયોજિત ધાડ પાડવાની તૈયારી સાથે આંતરરાષ્ટ્રીય ગેંગના રીઢા સાત ઇસમોને ધાડ પાડવાના સાધનો સાથે પકડી પાડતી દાહોદ જિલ્લા પોલીસ.
દરમિયાન ગઈકાલે એલ.સી.બી. પોલીસ ઇન્સ્પેક્ટર ડી.એમ.ડોલ તથા પો.સ.ઈ. જી.બી.રાઠવા તથા પો.સ.ઈ. એન.બી.પરમાર તથા એલ.સી.બી.ની ટીમ એલ.સી.બી. કચેરી હાજર હતા તે દરમિયાન એલ.સી.બી. પો.ઇન્સ્પે. એન.બી.. ઢોલ નવોને ખાનગી રહે બાદમી હકીકત મળેલ કે મહેસાણા સુરેન્દ્રનગર બનાસકાંઠા ભાવનગર જિલ્લાના તથા રાજ્ય બહારના થાળ અત્યાર સાથે ઢાળ લુટ ગરફોર ચોરીના મિલકત સંબંધી ગુનાઓને આચરતી મધ્યપ્રદેશના ગુના જિલ્લાના આંતરરાષ્ટ્રીય પારધી ગેંગના નાસતા ફરતા આરોપીઓ (૧) ભારતસિંહ કલ્યાણસિંહ સોલંકી (પારધી) રહે બીલાખેડી તા બનભોરી જિલ્લો ગુના (મધ્ય પ્રદેશ) (૨) ગોપી ઉર્સ વિવેક ભગવતી ઉર્સ કાલુરામ જાતે સોલંકી (પારધી) રહે બીલાખેડી તા બનભોરી જિલ્લો ગુના (મધ્ય પ્રદેશ)(૩) કેવલ જાનકીલાલ પુવાર (પારધી) રહે બીલાખેડી વિશ્વાસ નગર પોસ્ટ ધર્નાવધા તા,બનભોરી જિલ્લો, ગુના (મધ્ય પ્રદેશ) તથા તેની ગેંગના સાબરી તો સાથે દાહોદ બજારમાં કોઈ જગ્યાએ કોઈ પણ સમયે ધાડ/લૂંટ કરવા સારું આવેલ છે અને હાલ તેઓ ઇન્દોર થી અમદાવાદ તરફ જતા નેશનલ હાઈવે રસ્તા ઉપર દાહોદ મહિન્દ્રા શોરૂમ ની સામે તથા આરટીઓ ઓફિસની બાજુમાં આવેલ ખુલ્લી જગ્યામાં પૂર્વ આયોજિત કાવતરું રચી એકઠા થઈ લૂંટ/ધાડ કરવાની તૈયારી સાથે છુપાઈને બેઠેલા છે. જે આધારે એલ.સી.બી. અધિકારી કર્મચારીઓની જુદી જુદી ટીમો બનાવીને ટોર્ચ બેટરીના અજવાળે વિહાત્મક રીતે આયોજન બંધ વોચ ગોઠવી શંકાસ્પદ હાલતમાં સાત ઇસમોને કોડન કરી ઝડપી પાડેલ.
પકડાયેલ ઇસમોને તેઓની વારાફરતી નામ ઠામ પૂછી તેઓની અંગ જડતી કરતા મારક હથિયારોમાં ગીલોલ, છરા, દોસ્તો તાર કાપવાની કટર, લોખંડનો ઘણ તેમજ લોખંડના સળિયા કાપવાનું હાઇડ્રોલિક કટર મશીન , મોબાઈલ ફોન મળી આવેલ. જેથી તેઓને વિશ્વાસમાં લઈ યુક્તિ પ્રયુક્તિ થી ઘનિષ્ટ પૂછપરછ કરતા તેઓની પાસેથી મળી આવેલ કટરો જે તાર તથા સળિયા કાપવા માટે લાવેલ તેમજ ઘણ ઘરના નકુચા તેમ જ તાળા તોડવા માટે લાવેલ અને લાકડાના હાથાવાળા છરા જે કોઈ સામનો કરે તો તેમને મારવા માટે તેમજ વિરોલ જે કોઈ માણસ કોઈ તેમનો સામનો કરે તો તેઓથી દૂરથી મારવા અને કૂતરાઓને ભગાડવા માટે ઉપયોગ કર કરતા હોવાનું જણાવેલ.
પકડાયેલી સમૂહની પૂછપરછ કરતા તેઓ ભૂતકાળમાં એક કે એકથી વધુ ગુનાહિત કૃતિઓમાં સંડોવાયેલ આંતરરાજ્ય વિસ્તારના રીટા ગુનેગાર હોય જેવો તમામ એક સંઘ થઈ ભેગા મળી દાહોદ શહેર વિસ્તારમાં કોઈ પણ જગ્યાએ કોઈ પણ સમયે લૂંટ/ ધાડ પાડવા પૂર્વ આયોજિત કાવતરું રચી લૂંટ/ ધાડ પાડવાની તૈયારી સાથે આવેલ હોવાનું જણાય આવતા તેઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી દાહોદ ટાઉન એ ડિવિઝન પોલીસ સ્ટેશન કરેલ છે.
આમ દાહોદ ટાઉન એ ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં રાત્રિના સમયે ઇન્દોર અમદાવાદ નેશનલ હાઈવે પાસે પૂર્વ આયોજિત કાવતરુ રચી ધાડ પાડવાની તૈયારી સાથે આંતરરાજ્ય ગેંગના રીઢા સાત ઈસમોને ધાડ પાડવાના સાધનોમાં લોખંડના કાપવાનુ હાઇડ્રોલિક કટર મશીન, નાની કટર, લાકડાના હાથાવાળા છરા નંગ-૫, ગીલોલ નંગ-૩, ઘણ, દસ્તા નંગ-૨, મોબાઈલ ફોન નંગ-૪ સાથે ઝડપી પાડી ધાડનો ગંભીર પ્રકારનો ગુનો અટકાવવામાં દાહોદ જિલ્લા પોલીસને સફળતા મળેલ છે.

