Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

દાહોદમા આંગડિયા પેઢી ના કર્મચારીના લૂંટના મામલે માત્ર ગણતરીના કલ્લાકોમાંજ દાહોદ પોલીસે કરી ચાર આરોપી ની ધરપકડ અને લૂંટ ની રકમ કરી કબ્જે.

સોલંકી કિશોરસિંહ,

દાહોદમાં એપીએમસી માંથી બાબુભાઈ કાંતિભાઈ આંગડિયા પેઢીના કર્મચારીઓ રાજુભાઈ પટેલ અને નરેન્દ્રસિંહ સોલંકી મોપેડ ઉપર આંગડીયા પેઢીના ૧,૪૧ (એક કરોડ એકતાલીશ લાખ) રૂપિયા અને અંદાજે ₹5 લાખના દાગીના લૂંટી અને બે બાઈકો ઉપર સવાર છ જેટલાં લૂંટારુઓ લૂંટ કરી અને ફરાર થઇ ગયા હતાઆ મામલે દાહોદ પોલીસે દાહોદ જિલ્લા પોલીસ વડા રવિરાજસિંહ જાડેજા ની સૂચના અને દાહોદ DYSP જગદીશ ભંડારીના માર્ગદર્શન હેઠળ દાહોદ LCB PI, A division PI એસ.એસ.વરુ તથા SOG PI સિદ્ધરાજસિંહ રાણા અને ટીમ દ્વારા ઇલેક્ટ્રોનિક સર્વિલેન્સ અને હુમન સોર્સ ની માહિતી થી માત્ર ગણતરીના કલ્લાકોમાં ચાર આરોપીઓ ને ઝડપી પાડી પૈકી ૧.૩૫ (એક કરોડ 35 લાખ) રોકડ રિકવર કરી છે અને ₹ છ લાખ રોકડ તથા 5 લાખના દાગીનાની રિકવરી બાકી છે આ આરોપીયોના અન્ય ચાર સાગરીતો ની પોલીસ તપાસ કરી રહી છે અને ટૂંક સમયમાં તેઓને પણ જેલ ભેગા કરશેપોલીસ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ ટેકનિકલ સર્વેલન્સ, સીસીટીવી ફૂટેજ અને ગુપ્ત બાતમીદારોની મદદથી આરોપીઓ સુધી પહોંચવામાં સફળતા મળી. પોલીસે આરોપીઓને ઝડપી પાડી તેમની પાસેથી લૂંટમાં ગયેલી અંદાજે રૂપિયા 1 કરોડ 35 લાખની મુદ્દામાલ રિકવર કરી છે.આ સમગ્ર કામગીરીમાં દાહોદ જિલ્લા પોલીસની વિવિધ ટીમોએ સંયુક્ત રીતે કામ કરી ગુનાનો ઝડપી ભેદ ઉકેલ્યો છે. આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અને વધુ તપાસ ચાલુ છે.આ આરોપીયોના અન્ય ચાર સાગરીતો ની પોલીસ તપાસ કરી રહી છે અને ટૂંક સમયમાં તેઓને પણ જેલ ભેગા કરશે

Share

Related posts

📰પ્રથમ ગુજરાતી અખબાર “મુંબઈ સમાચાર ” ના ૨૦૦ વર્ષ પુર્ણ 📰: જાણો વધુ

gujaratjanekta

મહીસાગર જીલ્લા RTO કચેરી દ્વારા નોનટ્રાન્સપોર્ટ વાહનને ટ્રાન્સપોર્ટ કેટેગરીમાં કન્વર્ઝન કરવા હેલ્પડેસ્ક શરૂ કરાયુ

gujaratjanekta

પીવી સિંધુએ ભારતને અપાવ્યો 19મો ગોલ્ડ મેડલ : કોમનવેલ્થમાં ભારતને ગોલ્ડન સફળતાઓ – જાણો વધુ

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial