Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

દિવ્યાંગ- પ્રજ્ઞાચક્ષુ માટે રાજ્યકક્ષા ચેસ ટુર્નામેન્ટ 2026 નું આયોજન કરવામાં આવ્યું

નેશનલ એસોસિએશન ફોર ધ બ્લાઇન્ડ દાહોદ, બ્લાઇન્ડ વેલફેર કાઉન્સિલ દાહોદ અને ગુજરાત ચેસ એસોસિએશન ફોર વિઝ્યુઅલી ચેલેન્જડ ના સંયુક્ત ઉપક્રમે દિવ્યાંગ પ્રજ્ઞાચક્ષુ ખેલાડીઓ માટે રાજ્યકક્ષા ચેસ ટુર્નામેન્ટ નું આયોજન લલિત પાઇપ એન્ડ પાઇપ પ્રાઇવેટ લિમિટેડ મુંબઈના સૌજન્યથી તારીખ 29 5 2026 થી 31 5 2026 સુધી કરવામાં આવ્યું જેનો ઉદ્ઘાટન સમારોહ કોન્ફરન્સ હોલ બ્લાઇન્ડ વેલફેર કાઉન્સિલ દાહોદ ખાતે લલિત પાઇપ એન્ડ પાઇપ્ ના પ્રાઇવેટ લિમિટેડના મેનેજિંગ ડાયરેક્ટર શ્રી જોહરભાઈ દિલેર ના અધ્યક્ષ સ્થાને અને અતિથિ વિશેષ તરીકે લાયન્સ ક્લબ દાહોદ સિટીના પ્રમુખ લા કમલેશ લીમ્બાચીયા ઉપસ્થિતિમાં યોજવામાં આવ્યો .સ્વાગત પ્રવચન નેશનલ એસોસિએશન ફોર ધ બ્લાઇન્ડ ના પ્રમુખ ડોક્ટર નગેન્દ્રનાથ નાગર દ્વારા કરવામાં આવ્યું. અધ્યક્ષ અને અતિથિ વિશેષનો બુકે દ્વારા સ્વાગત કરવામાં આવ્યું. ત્યારબાદ દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું. સંસ્થાનો પરિચય મંત્રી શ્રી યુસુફી કાપડિયા દ્વારા આપવામાં આવ્યો. ગુજરાત ચેસ એસોસિએશનના મંત્રીશ્રી વિરલભાઈ ત્રિવેદી દ્વારા ટુર્નામેન્ટ અંગેની રૂપરેખા આપવામાં આવી .અતિથિ વિશેષ કમલેશ લીમ્બાચીયા અને અધ્યક્ષ શ્રી જોહરભાઈ દલેર દ્વારા પ્રસંગને અનુરૂપ ઉદબોદન કરવામાં આવ્યું. આભારવિધિ શ્રી વી એમ પરમાર દ્વારા કરવામાં આવી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન જયેશભાઈ નાયક દ્વારા કરવામાં આવ્યું .ત્યારબાદ ટુર્નામેન્ટ ખુલ્લી જાહેર કરવામાં આવી. આ પ્રસંગે રાધેશ્યામભાઈ શર્મા, સેફીભાઈ પિટોલવાલા આ ઉપરાંત ટ્રસ્ટી શ્રી ખીમજીભાઈ પટેલ, સલમાબેન કાપડિયા, રાજાભાઈ વેલફેર કાઉન્સિલર સ્ટાફ સાથે સાથે ગુજરાત રાજ્યના દરેક જિલ્લામાંથી ખેલાડી 112 ભાઈઓ અને બહેનો સાથે કોચ મિત્રો, બ્લાઇન્ડ વેલફેર કાઉન્સિલ ના શિક્ષક મિત્રો ખૂબ મોટી સંખ્યામાં હાજર રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.

Share

Related posts

ઝાલોદ નગરમાં બે બાઇક સવાર ઇસમો મહિલાના ગળામાંથી ચેન ખેંચી ફરાર : મોટા ભાગના જાહેર રોડ પરના કેમેરા બંધ હાલતમાં

gujaratjanekta

ધરતી આબા જનજાતિય ગ્રામ ઉત્કર્ષ અભિયાન અંતર્ગત કાર્યક્રમ યોજાયો

gujaratjanekta

રાજ્યમાં પગપેસારો કરી સરકાર બનાવવાના સપના જોતા મફતીયાઓની ડિપોઝીટો ગુજરાતની જનતા આંચકી લેવાની છે

Admin

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial