Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

ઝાલોદ નગરપાલિકાનું સ્વચ્છતા અભિયાન તેજ, સિંગલ યુઝ પ્લાસ્ટિક સામે કડક કાર્યવાહી

ઝાલોદ નગરપાલિકા દ્વારા “સ્વચ્છતા અભિયાન” અંતર્ગત આજ રોજ તા.૦૬/૦૧/૨૦૨૬ (મંગળવાર)ના રોજ શહેરમાં વ્યાપક સ્વચ્છતા કામગીરી હાથ ધરવામાં આવી. માનનીય મુખ્ય અધિકારી શ્રી યોગેશ જે. ગણાત્રાની સૂચના અનુસાર નગરપાલિકાની ટીમ દ્વારા સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ કરતા વેપારીઓ તથા નાગરિકો સામે દંડાત્મક કાર્યવાહી કરવામાં આવી.આ અભિયાન દરમ્યાન ઝાલોદના રહેણાંક વિસ્તારો ઉપરાંત બાંસવાડા રોડ સબ્જી માર્કેટ તેમજ કોમર્શિયલ વિસ્તારોમાં વિશેષ સફાઈ અભિયાન ચલાવવામાં આવ્યું. ગંદકી દૂર કરી શહેરને સ્વચ્છ અને સુંદર બનાવવાના ઉદ્દેશ સાથે નગરપાલિકાના કર્મચારીઓએ સઘન સફાઈ કામગીરી કરી હતી.
સાથે સાથે નાગરિકો અને વેપારીઓને સ્વચ્છતા જાળવવાની મહત્વતા સમજાવવામાં આવી અને સિંગલ યુઝ પ્લાસ્ટિકના ઉપયોગથી થતા પર્યાવરણીય નુકસાન અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું. નગરપાલિકાએ શહેરને સ્વચ્છ રાખવા માટે તમામ નાગરિકોને સહકાર આપવા અપીલ કરી છે.

Share

Related posts

જિલ્લામાં ”હેલો ડૉકટર બેન” મફત કૉલ સેવા કાર્યક્રમ અમલમાં મુકાયો

gujaratjanekta

ઝાલોદ પોલીસ દ્વારા સ્વીફ્ટ ગાડીમાં લઈ જવાતો 118500 નો દારૃ ઝડપી પાડયો ગાડી ચાલક ફરાર

gujaratjanekta

સ્વચ્છતા હી સેવા અંતર્ગત ઝાલોદ નગરપાલિકા દ્વારા યોગ શિબિર અને સ્વચ્છતા અભિયાન હાથ ધરાયું

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial