અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંધ ની હમારા વિદ્યાલય હમારા તીર્થ અંતર્ગત કાર્ય શાળા યોજાઇ જેમાં પ્રથમ ઉદ્ધાટન સત્ર મા સંત ડો.મહાદેવ પ્રસાદ મહેતા પ્રસિદ્ધ કથાકાર. માનસીહભાઈ પરમાર ભારતીય જનતા પાર્ટી બક્ષીપંચ પ્રદેશ પ્રમુખ. તથા અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંધ કેન્દ્ર ના અતિરિકત મંત્રી મોહનજી પુરોહિત. તથા પ્રાંત અધ્યક્ષ મિતેશભાઈ ભટ્ટ. પ્રાંત મહામંત્રી પરેશભાઈ પટેલ. રાંધ સંગઠન મંત્રી સરદારસિહ મછાર . કેન્દ્ર પ્રાથમિક સંવર્ગ અધ્યક્ષ ભીખાભાઈ પટેલ તથા પલ્લવીબેન પટેલ ની ઉપસ્થિતિમાં બે દિવસ ની કાર્ય શાળાની શરૂઆત થઈ. ગુજરાત માંથી પ્રાથમિક. માધ્યમિક તથા આચાર્ય સંવર્ગના 300 થી વધારે નિશ્ચિત શિક્ષકો બે દિવસની કાર્ય શાળામાં જોડાયા

જેમાં પ્રથમ સત્ર ની શરુઆત ઉદ્ઘાટન સત્ર થી શરૂં કરવામાં આવી પછી ના અલગ અલગ સત્રો માં ગુજરાત ના અનુભવી તત્વ ચિંતકો દ્વારા હમારા વિદ્યાલય હમારા તિર્થ અંતર્ગત માર્ગદર્શન આપવામાં આવ્યું.
કાર્યશાળા કુલ સાત સત્રો માં યોજવામાં આવ્યુ જેના બિજા. સત્ર નો વિષય વિમર્શ દ્વારા શરૂઆત થઈ જેના મુખ્ય વક્તા શ્રી પ્રવીણભાઈ ત્રિવેદી હતા ત્રીજા સત્ર નો વિષય પ્રાર્થના સભા અને પ્રેરણા મુખ્ય વક્તા શ્રી ભીખાભાઈ પટેલ. ચતુર્થ સત્ર
સંગઠનના કાર્યકર્તાઓની ભૂમિકા વિદ્યાલય ને તીર્થ રૂપ બનાવતો સેતુ, મુખ્ય વક્તા સરદારસિંહ મચ્છર તથા પલ્લવીબેન પટેલ.
પાંચમુ સત્ર નો વિષય 21 મી સદીના વિદ્યાર્થીઓ ના કૌશલ્યો પડકારો અને સમાધાન તીર્થરૂપ શાળા બનાવવા શાળામાં શૈક્ષિક સાંસ્કૃતિક આયામ રચના ,મુખ્ય વક્તા મિતેશભાઇ ભટ્ટ તથા રમેશભાઈ ચૌધરી. ત્યારબાદ ગુજરાતની અલગ અલગ તીર્થ રૂપ શાળાઓ ના વિડીયો નિદર્શન પણ યોજાયો. દ્વિતીય દિવસ નુ છઠ્ઠું સત્ર સમાજ અને પરિવારની સહભાગીદારીતા મુખ્ય વક્તા ગૌતમભાઈ ભટ્ટ. સાતમા સત્ર નો વિષય તીર્થ રૂપ વિદ્યાલયની યોજના ત્યારબાદ છેલ્લે સમાપન સત્ર કેન્દ્ર ના અતિરિક્ત મંત્રી મોહનજી પુરોહિત ના સ્થાને યોજાયુ

