Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

અનવરપુરા ગામમાં પોલીસ વિભાગ દ્વારા સુરક્ષા અને જાગૃતિ બાબતે બેઠક યોજાઈ

પંકજ પંડિત

ગામ સુરક્ષા, સાયબર અવરનેસ, ટ્રાફિક સલામતી અને વ્યસનમુક્તિ જેવા વિષયો પર villagers સાથે ચર્ચાઆજ રોજ બપોરે 3:10 કલાકે, આર.જે. ગામીત (પોલીસ ઇન્સ્પેક્ટર, ઝાલોદ પોલીસ સ્ટેશન)ના અધ્યક્ષસ્થાને અનવરપુરા પ્રાથમિક શાળા ખાતે ગામજનો સાથે મિટિંગ તથા વિચાર વિમર્શ કાર્યક્રમ યોજાયો હતો.કાર્યક્રમ દરમિયાન ગામ સુરક્ષા, “ત્રણ વાત અમારી – ત્રણ વાત તમારી” જેવી સામૂહિક જવાબદારીની પહેલ અંગે ચર્ચા કરવામાં આવી. સાથે સાથે મેન્ટર કાર્યક્રમ, યુવા માર્ગદર્શન, આપદા નિવારણ અને વ્યવસ્થા, તેમજ પોલીસ વિભાગની વિવિધ સેવાઓ જેવી કે 100, 112, 1091, 1098 અને 1030 હેલ્પલાઇન અંગે માહિતી આપવામાં આવી.મિટિંગમાં સાયબર અવરનેસ, ઓનલાઈન છેતરપિંડીથી બચવા સાવચેતી, ટ્રાફિક અવરનેસ, માર્ગ સલામતી, અકસ્માત નિવારણ, વ્યસનમુક્તિ, બાળલગ્ન નિવારણ, તેમજ શિક્ષણ પ્રત્યે જાગૃતિ જેવા અનેક મહત્વપૂર્ણ વિષયો પર ચર્ચા કરવામાં આવી.આ કાર્યક્રમમાં ગામના આગેવાન સંગાડા મગનભાઈ હસિંગભાઈ, અશ્વિનભાઈ, સરપંચશ્રી સહિત આશરે ૨૦ જેટલા ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમ શિસ્તપૂર્ણ અને જાગૃતિમય માહોલમાં સફળતાપૂર્વક યોજાયો હતો.

Share

Related posts

ઝાલોદના લીમડી MGVCL વિસ્તારમાંથી 3 દિવસમાં 1 કરોડથી વધુની શંકાસ્પદ વીજ ચોરી ઝડપાઇ

gujaratjanekta

ઝાલોદ નગરના રામ સાગર તળાવ પાસે પ્રકૃતિના ખોળે આવેલ પૌરાણિક ખોડિયાર માતા મંદિર નગરમાં વિશેષ આસ્થાનુ કેન્દ્ર

gujaratjanekta

PHC થેરકા ખાતે જન આરોગ્ય સમિતિની મીટીંગ યોજવામાં આવી

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial