Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

ઝાલોદ પ્રભુતા પાર્ટી પ્લોટ ખાતે રમેશભાઈ ઓઝાની ભાગવત સપ્તાહના આયોજન માટે વિવિધ કમિટીની રચના કરાઈ

પંકજ પંડિત

ઝાલોદ સનાતન હિન્દુ ધર્મ સાથે જોડાયેલ દરેક સમાજના લોકો હાજર રહ્યા આંતરરાષ્ટ્રીય કથાકાર એવા શ્રી રમેશભાઈ ઓઝાની કથા ઝાલોદ ખાતે પ્રભુતા પાર્ટી પ્લોટ પાછળ નારાયણી સ્કૂલ પાસે ખુલ્લા પ્રાંગણમાં તારીખ 25-12-2025 ગુરુવારના રોજ થી બપોરના 3 થી સાંજે 6 વાગ્યા સુધી યોજાવાની છે અને આ કથા 31-12-2025 ના બુધવારના રોજ આ કથા પૂરી થવાની છે. આ કથાનું આયોજન અંકુરભાઈ દિલીપભાઈ પટેલ દ્વારા તેઓના પિતા સ્વ: દિલીપભાઈ શિવાભાઈ પટેલના સ્મરણાંર્થે યોજનાર છે.ભાઈ શ્રી રમેશભાઈ ઓઝાના મધુર કંઠ દ્વારા જ્ઞાનરૂપી ભાગીરથ ગંગા નગરમાં વહેનાર છે. આ કથા સાંભળવા માટે રાજસ્થાન, મધ્યપ્રદેશ તેમજ ગુજરાતના અલગ અલગ વિસ્તારો માથી મોટા પ્રમાણમાં લોકો આવવાના છે ત્યારે આ કથાના આયોજનની રૂપરેખાને મજબૂત બનાવવા માટે નગરના હિન્દુ સમાજની એક મીટિંગ પ્રભુતા પાર્ટી પ્લોટ ખાતે 03-11-2025 સોમવારના રોજ રાત્રીના 8 વાગે યોજાઈ હતી. આ મીટિંગનો મુખ્ય હેતુ કથાના આયોજનને લગતી પ્રાથમિક તૈયારીઓ જેમકે પ્રચાર પ્રસાર, સંતો માટે વ્યવસ્થા, કથા મંડપની વ્યવસ્થા, ભોજન મંડપની વ્યવસ્થા, કથામાં આવનાર વ્યક્તિઓને કોઈ અગવડતા ન પડે તે માટે વ્યવસ્થા, કથા દરમ્યાન ઉજવાતા ઉત્સવો માટે વ્યવસ્થા, ટ્રાફિક વ્યવસ્થા તેમજ અલગ અલગ ઘણા મુદ્દાઓ પર ચર્ચા કરી અલગ અલગ વિભાગની કમિટીઓ બનાવવામાં આવી હતી. આ કથા સાંભળવા અને તેના આયોજનને સફળ બનાવવા માટે નગરજનોમા અનેરો ઉત્સાહ, ઉમંગ અને જોશ જોવા મળતો હતો. આ કથાના આયોજનમાં દરેક કાર્યોમાં મહિલા વિભાગ અને પુરુષ વિભાગ દ્વારા સ્વૈચ્છિક જવાબદારીઓ લીધી હતી અને ઉપસ્થિત સહુ લોકોનો એક જ મત હતો આ ભાગવત સપ્તાહ નગરજનો તેમજ કથા સાંભળવા આવેલ સહુ લોકો માટે યાદગાર બની જાય તેવું આયોજન કરવા માટે સહુ કોઈનો મત હતો.

Share

Related posts

ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022: આજે પ્રથમ તબક્કાનું મતદાન ચાલુ, જાણો કયા જિલ્લામાં કેટલું મતદાન થયું?

Admin

દાહોદ જીલ્લા પંચાલ સમાજ પ્રગતી મંડળ દાહોદ દ્વારા પંચાલ સમાજ યુવક યુવતી પરિચય સંમેલન યોજાયુ

gujaratjanekta

પંચાયત અને કૃષિ મંત્રીશ્રી બચુભાઇ ખાબડના અધ્યક્ષ સ્થાને ધાનપુર ખાતે ચિંતન શિબિર તથા તાલુકા સંકલન બેઠક યોજાઈ

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial