Gujarat Jan Ekta
તાજા સમાચાર
Breaking News ટોપ ન્યૂઝ

દિવાળીનું બોનસ ઓછું આપ્યું તો કર્મચારીઓએ ખોલી નાખ્યા ટોલના ગેટ : 30 લાખનું નુકસાન- જાણો વધુ

પ્રાપ્ત માહિતી પ્રમાણે કંપનીઓ કે સંસ્થાઓ સારા એવા પ્રમાણમાં બોનસ આપતી હોય છે જોકે કેટલીક કંપનીઓ સદ્ધર હોવા છતાં પણ બોનસમાં કંજુસાઈ કરે છે પરિણામે તેને આર્થિક નુકશાન સહન કરવું પડતું હોય છે આવી એક ઘટના પ્રકાશમાં આવી છે.

 

આગ્રામાં લખનઉ એક્સપ્રેસ વે પર બોનસ ઓછું મળતાં ટોલ પ્લાઝાના કર્મચારીઓ ગુસ્સે ભરાયાં અને ‘હું તો મરુ તને વિધવા કરું’ જેવું કરતાં કર્મચારીઓએ ટોલ પ્લાઝાના ગેટ જ ખોલી નાખ્યાં અને વાહન ચાલકોને મફતમાં જવા દીધા. આ પછી 10 કલાક સુધી વાહનો ફ્રીમાં જતા રહ્યાં પરિણામે કંપનીને 30 લાખનું બેઠું નુકશાન વેઠવાનો વારો આવ્યો હતો.

 

10 કલાક મફતમાં વાહનોને જવા દીધાં

 

કર્મચારીઓએ ટોલ ફ્રી કરી દેતાં એક્સપ્રેસવે પર 5,000 થી વધુ વાહનો ટોલ ભર્યા વિના પસાર થયા. બન્યું એવું કે ફતેહાબાદ ટોલ ટેક્સ કર્મચારીઓને દિવાળીનું ઓછું બોનસ મળ્યું હતું. ગઈ વખતે 5000 રુપિયાનું બોનસ મળ્યું હતું જ્યારે આ વખતે કંપનીએ ખાલી 1100 રુપિયા જ આપ્યાં હતા શનિવારે રાત્રે, ગુસ્સે ભરાયેલા કર્મચારીઓએ ટોલ ગેટ ખોલી નાખ્યા, બૂમ બેરિયર્સ ઉભા કર્યા. અને પછી, ધનતેરસ પર હજારો વાહનો ટોલ ચૂકવ્યા વિના પસાર થયા. મેનેજરે પહેલા કર્મચારીઓને સમજાવવાનો પ્રયાસ કર્યો, પરંતુ તેઓએ ના પાડી. પછી, તેઓએ પોલીસને ફોન કર્યો. પોલીસ આવી, પરંતુ ફક્ત રોકાઈ રહી. ટોલ બંધ ન રહેતાં 30 લાખનું નુકશાન થયું હતું.

Share

Related posts

ઝાલોદ નગરના ફતેપુરા રોડ પર થી કોળીવાડામા સરકારી જમીનો પરના દબાણો દૂર કરવા જાગૃત નાગરિકની નગરપાલિકાને લેખિત અરજી દ્વારા માંગ કરાઈ

gujaratjanekta

પોલનબજાર ઉર્દૂ કન્યા શાળામાં પ્રજાસત્તાકદિનની ઉજવણી અને વાર્ષિક રમતોત્સવ નું ઇનામ વિતરણ કરવામાં આવ્યું!

gujaratjanekta

ગુજરાતમાં ખેડૂતોની પનોતી બેઠી : કમોસમી વરસાદના કારણે ખેડૂત થયો બરબાદ !!

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial