Gujarat Jan Ekta
તાજા સમાચાર
general news Other ગુજરાત ન્યૂઝ જાણવા જેવુ ટોપ ન્યૂઝ

“માંડવીમાં ‘ધારાસભ્ય આપના દ્વારે’ કાર્યક્રમ યોજાયો”

માંડવી:-

માંડવી નગરપાલિકા વોર્ડ નંબર 6 કાંઠા વિસ્તારની અંદર ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવે આપના દ્વારે અંતર્ગત કાર્યક્રમ યોજાયો હતો લોકોની સુખાકારીમાં વધારો થાય એ અનુસંધાને યોજાયેલા આ કાર્યક્રમમાં ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવે લોકોના પ્રશ્નો હકારાત્મક ભાવ સાથે સાંભળ્યા હતા અને નિરાકરણ લાવવાની ખાતરી આપી હતી આ તકે માંડવી નગરપાલિકાની ટીમ પીજીવીસીએલ ની ટીમ મામલતદાર કચેરી અને ધારાસભ્ય કાર્યાલય ના લોકો ઉપસ્થિત રહી લોકોના પ્રશ્નોને સાંભળ્યા હતા.

માંડવી નગરપાલિકા દ્વારા નગરમાં રોડ, રસ્તા, ગટર સહિતના વિકાસના કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત પણ આતકે કરાયું હતું માંડવી નગર પ્રમુખ હરેશભાઈ વિંઝોડા, કારોબારી ચેરમેન વિશાલભાઈ ઠક્કર, ભાજપ શહેર પ્રમુખ દર્શનભાઈ ગોસ્વામી વોર્ડ નંબર 6 સહિતના નગરસેવકો, ભાજપ અગ્રણીઓ કાર્યકરો સહિત લોકો આ તકે ઉપસ્થિત થયા હતા.

Share

Related posts

વડાપ્રધાન મોદી ૧૦ સપ્ટેમ્બરે ગુજરાત આવશે : જાણો કયા કાર્યક્રમમાં હાજરી આપશે ?

gujaratjanekta

ઝાલોદ ડી.વાય.એસ.પી ઓફિસે રથયાત્રા નિમિત્તે હિન્દુ સંગઠનો સાથે આયોજન અંગે સમીક્ષા કરાઈ

gujaratjanekta

નોંધપાત્ર કામગીરી: 108માં જોડિયા બાળકોની સફળ ડીલીવરી થઈ, 108 સેવા ફરી એકવાર જીવનરક્ષક સાબિત થઈ

Admin

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial