રાજ્ય સરકારની વિવિધ યોજનાના લાભાર્થીઓને સહાય કીટ વિતરણ કરવામાં આવી*માહિતી બ્યુરોઃ દાહોદ, તા. ૦૮ ઓક્ટોબર સેવા, સમર્પણ અને સુશાસનના ૨૪ વર્ષની ગૌરવપૂર્ણ વિકાસ યાત્રાની તા. ૭ થી ૧૫ ઓક્ટોબર સુધી રાજ્ય ભરમાં વિકાસ સપ્તાહ તરીકે ઉજવણી થઈ રહી છે. ત્યારે દાહોદ જિલ્લામાં ગોવિંદ ગુરુ – લીમડી તાલુકાના મીરાખેડી ખાતે આવી પહોંચેલા વિકાસ રથના વધામણાં કરવામાં આવ્યા હતા.ગોવિંદ ગુરુ- લીમડી તાલુકાના મીરાખેડી ગામે ધારાસભ્યશ્રી મહેશભાઈ ભુરીયા તથા મહાનુભાવોએ રથને આવકાર્યો હતો. ગામમાં આવેલા મીરાખેડી આઉટ પોસ્ટ ખાતે વિકાસ સપ્તાહની ઉજવણી પ્રસંગે લાભાર્થીઓને સહાય આપવાનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં આંગણવાડી દ્વારા બાળક અને કિશોરીઓને પોષણ કીટ આપવામાં આવી હતી, સખી મંડળની ૪ ગૃપની બહેનોને રૂપીયા એક લાખના ચેક આપવામાં આવ્યા હતા. કાર્યક્રમ દરમિયાન ૨૪ વર્ષના વિકાસ કાર્યોની વિકાસ ગાથાની શોર્ટ ફિલ્મ રજૂ કરવામાં આવી હતી જેને સૌએ નિહાળી હતી.ઝાલોદ ધારાસભ્યશ્રી મહેશભાઈ ભુરીયાએ આ પ્રસંગે કહ્યું હતું કે, ગુજરાત રાજ્ય સરકારશ્રીના મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને અને સરકારશ્રીના મંત્રીમંડળના સહયોગથી વિકાસ સપ્તાહ રથનું પ્રસ્થાન કરાવી રાજ્યના અંતરિયાળ વિસ્તાર અને છેવડાના માનવી સુધી રાજ્ય સરકારે અને કેન્દ્ર સરકારની યોજનાઓની માહિતીનો પ્રચાર પ્રસાર થાય તે માટે ગામડે ગામડે વિકાસ સપ્તાહ અંતર્ગત કાર્યક્રમમાં કરવામાં આવી રહ્યા છે. દેશની શાંતિ સલામતી અને સુરક્ષા સાથે દેશના વિવિધ ક્ષેત્રોમાં વિકાસલક્ષી કાર્યની કમાન સંભાળી ૨૦૪૭ સુધીમાં વિકસિત ભારત બનાવી દેશને મહાસત્તા તરફ લઈ જવા માટે મોદી સાહેબના નેતૃત્વમાં દેશ આગળ વધી રહ્યો છે.તાલુકા વિકાસ અધિકારીશ્રી કલ્પેશ ગઢવીએ વિકાસના કાર્યોની માહિતી આપતા જણાવ્યું હતું કે રાજ્ય સરકારની અને કેન્દ્ર સરકારની જન કલ્યાણકારી યોજનાઓનો પ્રચાર પ્રસાર થાય અને જેને જરૂરિયાત હોય અને તેની પાત્રતા ધરાવતા હોય તેવા લાભાર્થીઓ સરકારશ્રી યોજનાઓનો લાભ મળે તે માટે વિકાસ સપ્તાહ અંતર્ગત વિવિધ યોજનાઓનો પ્રચાર પ્રસાર કરવામાં આવી રહ્યો છે હું જાહેર જનતાને વિનંતી કરું છું કે સરકારની યોજનાઓનો લાભ મેળવે.આ કાર્યક્રમમાં જિલ્લા સભ્યશ્રી ક્રિષ્નારાજ ભુરીયા, જિલ્લા હિસાબી અઘિકારીશ્રી કાપડીયા, વિસ્તરણ અધિકારીશ્રી પંચાયત કે .જી નાયક, PSI શ્રી મીરાખેડી, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતના સભ્યશ્રીઓ , તાલુકા પંચાયતના પ્રમુખશ્રી, સરપંચશ્રીઓ ગામના આગેવાનો વડીલો, ICDSની બહેનો, સહિત ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

