Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

લોકસભા સામાન્ય ચૂંટણી- ૨૦૨૪ : દાહોદજિલ્લાના મતદારો વધુમાં વધુ મતદાન કરે તે માટે સ્વીપની વિવિધ પ્રવૃત્તિઓ દ્વારા મતદાર જાગૃતિના કાર્યક્રમો હાથ ધરાયા

બ્યુરો ચીફ કેતન ભટ્ટ.

નિબંધ સ્પર્ધા, વક્તૃત્વ સ્પર્ધા, ચિત્ર સ્પર્ધા, સિગ્નેચર કેમ્પ, ચુનાવ પાઠશાલા જેવી સ્વીપની વિવિધ પ્રવૃત્તિઓનું આયોજનદાહોદ:- લોકસભા સામાન્ય ચૂંટણી- ૨૦૨૪ અંતર્ગત દાહોદ જિલ્લામાં આગામી ૭ મે ના રોજ મતદાન યોજાનાર છે. આ ચૂંટણીમાં જિલ્લાના વધુમાં વધુ મતદારો મતદાન કરે તે માટે જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર શ્રી યોગેશ નિરગુડેના માર્ગદર્શન હેઠળ સ્વીપની વિવિધ પ્રવૃત્તિઓ દ્વારા મતદાર જાગૃતિના કાર્યક્રમો હાથ ધરવામાં આવી રહ્યા છે.દાહોદ જિલ્લામાં સ્વીપ નોડલ અધિકારી દ્વારા ચિત્ર સ્પર્ધા, સિગ્નેચર કેમ્પ, ચુનાવ પાઠશાલા જેવી વિવિધ પ્રવૃત્તિઓ કરવામાં આવે છે. જેના માધ્યમથી દાહોદ જિલ્લાના મતદારોને મતદાન અંગે જાગૃત કરવામાં આવી રહ્યા છે.જિલ્લામાં રોજબરોજ સ્વીપ દ્વારા યોજાતી અને આગામી સમયમાં થનાર વિવિધ પ્રવૃત્તિઓ વિશેની વાત કરીએ તો મતદાન એ મારો નૈતિક અધિકાર, મેં મતદાન કર્યું તમે કર્યું?, દસ મિનિટ દેશ માટે જેવા વિષયો પર રંગોળી અને ચિત્ર જેવી સ્પર્ધાઓ થકી મતદાન જાગૃતિ અભિયાનનું આયોજન કરવામાં આવે છે.
આ અભિયાન અંતર્ગત ૧૩૩ ગરબાડા વિધાનસભા મત વિભાગમાં અલગ અલગ સ્કૂલો પર ચુનાવ પાઠશાળાનું આયોજન કરવામાં આવ્યું હતું મતદાન પ્રક્રિયાની તમામ કામગીરીની જાણકારી મળી રહે તે માટે શાળા કક્ષાએ તમામ વિદ્યાર્થીઓ દ્વારા યુવાનો અને ગ્રામજનો સારી રીતે ડેમો જોઈ શકે માટે ચુનાવ પાઠશાળાનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમજ મતદાન જાગૃતિ અભિયાન અંતર્ગત વધુમાં વધુ મતદાન થાય તેવા પ્રયત્નો કરવા માટે મતદાન અંગે શપથ પણ લેવામાં આવ્યા હતા. ચૂંટણી પ્રક્રિયા અંતર્ગત શાળા કક્ષાએ મોકપોલ પણ યોજવામાં આવ્યો હતો.આમ દાહોદ જિલ્લામાં વધુમાં વધુ મતદારો મતદાન કરવા પ્રેરાય તે માટે સ્વીપ અંતર્ગત વિવિધ પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવી રહી છે.

Share

Related posts

ઝાલોદ પોલીસ દ્વારા રથયાત્રા નીકળતા રૂટ ઉપર ફ્લેગ માર્ચ તેમજ સંવેદનશીલ વિસ્તારોમાં ચેકિંગ હાથ ધરાયું

gujaratjanekta

ગોપાલભાઇ પી. ધાનકા એમ. એસ. ડબલ્યુ. કૉલેજ, નગરાળા ખાતે જન્માષ્ટમી મટકીફોડ કાર્યક્રમ.

gujaratjanekta

વડોદરામાં મોડી રાત્રે નવરાત્રિના મંડપ પર પથ્થરમારો : કારના કાચ તોડાયા – જાણો વધુ

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial