પંકજ પંડિત
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ-ઝાલોદ નગર દ્વારા પથ સંચલન નગરના મુખ્ય માર્ગ મા નીકળતા નાગરિકો દ્વારા ફૂલો થી સ્વાગત કરવામાં આવ્યું હતું ઝાલોદ નગરમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા ઉજવાતી શતાબ્દી વર્ષની ઉજવણી અંતર્ગત શ્રીવિજયા દશમી ઉત્સવ બી.એમ.હાઈસ્કૂલ ખાતે યોજવામાં આવેલ હતો. હિન્દુ સમાજમા શક્તિના જાગરણનુ પર્વ એટલે વિજયાદશમીનુ પાવન પર્વ. આ પાવન પર્વમા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સો વર્ષ પૂર્ણ થયેલ હોવાથી તેના ઉત્સવ રૂપે આજનો દિવસ વિશેષ મહત્વનો હતો. સમગ્ર હિન્દુ સમાજને સંગઠિત અને સબળ બનાવી ભારતમાતાને પરમ વૈભવ સંપન્ન બનાવવાના ધ્યેય સાથે સંઘ અવિરત કાર્ય કરે છે.
આજના ઉત્સવમા અતિથિ વિશેષ તરીકે અરવિંદ ચારેલ ( પ્રધાનાચાર્ય ) ,મુખ્ય વક્તા પરિમલ દિનેશચંદ્ર પાઠક ( રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ, અખિલ ભારતીય અધિવક્તા પરિષદ )ની ઉપસ્થિતિમાં પ્રોગ્રામ યોજાયો હતો. આજના ઉત્સવમાં માં પ્રથમ શસ્ત્ર પૂજન, સંપત્ત- ધ્વજારોહણ, પ્રાર્થના, પ્રાત્યાક્ષિત્, પરિચય, અમૃત વચન, વયક્તિક ગીત, અતિથિ તેમજ વક્તાનુ ઉદ્દ્બોન,ધ્વજાવતરણ સાથે નગરના વિવિધ માર્ગો પર પથ સંચલન યોજાયું હતું.
આજના પ્રોગ્રામમાં મોટા પ્રમાણમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સ્વયંસેવકો તેમજ હિન્દુ સમાજના લોકો મોટા પ્રમાણમાં ઉપસ્થિત રહેલ હતા. મુખ્ય વક્તા પરિમલ પાઠક દ્વારા સંઘના 100 વર્ષની ઉજવણી દરેક ભારતીયની ઉજવણી છે અને સંઘ ખોટા ખર્ચા ન કરી આ ઉત્સવને ઉજવવા માટે ઘરે ઘરે જઈ રાષ્ટ્રહિતના પાંચ મહત્વના મુદ્દાઓ પહોંચાડશે. જેમાં કુટુંબ પ્રબોઘન, પર્યાવરણ, સામાજિક સમરસતા, સ્વદેશી અને નાગરિક કર્તવ્ય સહિતના પાંચ મુદ્દાઓ ઘરે ઘરે જઈ સમજાવશે તેમજ વિશેષમાં કહ્યું હતું કે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની અંદાજિત 85000 ઉપરાંત શાખાઓ ચાલે છે જે આગામી વર્ષોમાં લાખો પર પહોંચી જશે તેવો દ્રઢ સંકલ્પ છે. સંઘની વિચારધારા રાષ્ટ્ર પ્રથમ છે અને તેને ઉદ્દેશી સંઘ આખા ભારત વર્ષમા સચોટ કામગીરી કરી રહેલ છે. શતાબ્દી વર્ષ તેમજ વિજયાદશમીને અનુલક્ષીને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા નગરમાં પથ સંચલન કરવામાં આવ્યું હતું. શિસ્તબદ્ધ રીતે નીકળેલ પથ સંચલનનુ સ્વાગત નગરના અલગ અલગ વિસ્તારોમાં કરવામાં આવ્યું હતું.

