Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

ઝાલોદની ઘાવડીયા ચેક પોસ્ટ બુટલેગરો માટે બની આફત રૂપ : ઝાલોદ પોલીસે 3,80,160 રૂપિયાના વિદેશી દારૂ સાથે બે વ્યક્તિને ઝડપ્યા

 

પંકજ પંડિત

ઝાલોદની ઘાવડીયા ચેક પોસ્ટ બુટલેગરોબટાકાની આડમાં લઈ જવાતો વિદેશી દારૃ ઝડપી પડાયો
ઝાલોદ પોલીસ આગામી દિવાળીના તહેવારોને અનુલક્ષીને ચેક પોસ્ટ પર થી પસાર થતા વાહનો પર સધન ચેકિંગ હાથ ધરેલ છે જેથી કોઈ પણ અસામાજિક તત્વો વિદેશી દારૂની હેરફેર ન કરી શકે. ઝાલોદ પોલિસ ડી.વાય.એસ.પી ડી.આર.પટેલના માર્ગદર્શન હેઠળ પી.આઈ રવિ ગામીત તેમજ પી.એસ.આઈ સી.કે.સીસોદીયા પોલિસ સ્ટાફ સાથે રાખી મોનાડુંગર ( રાજસ્થાન ) થી ગુજરાતની ઘાવડીયા ચેક પોસ્ટ પર આવતા જતા વાહનો ચેક કરી રહેલ હતા.
રાજસ્થાન તરફ થી એક પીકઅપ ગાડી RJ-35-GA-3089 આવતા શંકાને આધારે તેને રોકવામાં આવી હતી. શંકાના આધારે વાહન ચેક કરતા તેમાં બટાકાની આડમાં વિદેશી દારૂની પેટીઓ જોવા મળતા જુજારલાલ ભેરુલાલ ખરાડી ( મંદસોર, મધ્યપ્રદેશ) તેમજ હરીશ ઘનશ્યામ પંચાલ ( મંદસોર, મધ્યપ્રદેશ) ની અટકાયત કરેલ હતી.
પોલિસ દ્વારા વાહનની સધન ચેકિંગ હાથ ધરતા તેના દ્વારા બટાકાની આડમાં લઈ જવાતા વિદેશી દારૂની કુલ 60 પેટી જેમાં કુલ 1440 વિદેશી દારૂની બોટલ જેની કિમત 3,80,160 અને એક પીકઅપ વાહન 3,00,000 6,80,160 ના મુદ્દામાલની અટકાયત કરેલ હતી. પોલિસ દ્વારા પકડાયેલ બે ઇસમો તેમજ નહીં પકડાયેલ રાહુલ ઉર્ફે ગોપાલ ( મંદસોર, મધ્યપ્રદેશ) અને અન્ય એક વ્યક્તિ જેને દારૂનો જથ્થો મંગાવેલ હતો તે નડિયાદનો છે તેનું નામ ખબર ન હોવાથી પોલિસ દ્વારા ચાર ઇસમો વિરુદ્ધ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરેલ છે.

Share

Related posts

પંચમહાલ જિલ્લાના ઘોઘંબા તાલુકામાં સગીરા પર સગીરે દુષ્કર્મ આચાર્યું – જાણો વધુ

gujaratjanekta

દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના શિક્ષકો દ્વારા મતદાન જાગૃતિ અભિયાન હેઠળ બાઈક રેલી યોજાઇ

gujaratjanekta

ફતેપુરા વિધાનસભા વિસ્તારના ફતેપુર અને સંજેલી તાલુકા ના અધિકારીઓ સાથે મહત્વની બેઠક યોજાઇ હતી

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial