Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

સંકુલ કક્ષાનું ગણિત અને વિજ્ઞાન પ્રદર્શન 2025 આયોજન કરવામાં આવ્યુ

આજ રોજ તા.25/9/25 ને ગુરૂવાર ના રોજ જવાહરલાલ નહેરુ શાળા વિકાસ સંકુલ 2 લીમખેડા સિંગવડ તાલુકા નું ગણિત વિજ્ઞાન પ્રદર્શન 2025 શ્રી સાર્વજનિક હાઈસ્કૂલ ઢઢેલા ખાતે મદદનીશ શિક્ષણ નિરીક્ષક શ્રી એસ એસ રાઠોડ સાહેબ ના અધ્યક્ષ સ્થાને યોજવામાં આવ્યું .જેમાં અતિથિ વિશેષ તરીકે ડાયટ દાહોદ ના સિનિયર લેક્ચરર ડૉ ભાવનાબેન પલાશ,ગુજરાત રાજ્ય આચાર્ય સંઘ ઉપપ્રમુખ શ્રી મુકેશભાઈ પટેલ ,સંકુલ સંયોજક શ્રી મહેન્દ્રભાઈ પટેલ દાહોદ જિલ્લા આચાર્ય સંઘ ના પ્રમુખ શ્રી રમેશભાઈ અને ગુજરાત રાજ્ય વિધાર્થી મંથન ના સ્ટેટ કોડીનેટર શ્રી કે ડી લીમ્બાચીયા ની પ્રેરક ઉપસ્થિતિ રહી હતી કાર્યક્રમની શરૂઆત પ્રાર્થના દ્વારા કરવામાં આવી હતી. ત્યારબાદ શાળાની બાલિકાઓ સ્વાગત ગીત રજૂ કરી આવકાર્યા હતા. આવકાર અને સ્વાગત પ્રવચન યજમાન શાળાના આચાર્ય શ્રી સી બી પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું ત્યારબાદ અધ્યક્ષ અને મહેમાનશ્રીઓ દ્વારા દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું હતું અધ્યક્ષ શ્રીનું ,મહેમાનશ્રીઓ તેમજ આચાર્યશ્રીઓ સાથે નિર્ણાયકશ્રીઓનું ફૂલહાર દ્વારા સ્વાગત કરવામાં આવ્યું પ્રસંગને અનુરૂપ વિદ્યાર્થી વિજ્ઞાન મંથનના ગુજરાત રાજ્યના કોર્ડીનેટર કે ડી લીમ્બાચીયા અને ભાવનાબેન પલાસ દ્વારા બાળ વૈજ્ઞાનિક પ્રોત્સાહિત કરતું ઉદબોદન કરવામાં આવ્યું હતું અધ્યક્ષ શ્રી એસ એસ રાઠોડ દ્વારા પણ પ્રસંગને અનુરૂપ ઉદબોદન કરવામાં આવ્યું હતું આ ગણિત અને વિજ્ઞાન પ્રદર્શન ખૂબ મોટી સંખ્યામાં આચાર્યશ્રીઓ તથા વિજ્ઞાન શિક્ષકશ્રીઓ અને બાળકો જોડાયા આ પ્રદર્શનમાં 33 શાળાઓની 52 કૃતિ જુદા જુદા પાંચ વિભાગમાં રજૂ કરવામાં આવી હતી આ પ્રદર્શન નિહાળવવા માટે અન્ય લગભગ 600 જેટલા વિધાર્થીઓ હતા.
શ્રી સાર્વજનિક હાઈસ્કૂલ ઢઢેલા ના આચાર્યશ્રી સી બી પટેલ અને સમગ્ર સ્ટાફ એ ખૂબ સુંદર આયોજન કરીને કાર્યક્રમ ને સફળ બનાવ્યો.

Share

Related posts

દાહોદ જિલ્લા આમ આદમી પાર્ટી દ્વારા ભાજપ વિકસિત ભારતની સંકલ્પ યાત્રા નો વિરોધ કરવામાં આવ્યો.

gujaratjanekta

દાહોદ ટાઉન એ ડિવિઝન પોલીસ મથકના પીઆઇ ની ઉપસ્થિતિમાં બીએસએફના જવાનોની શહેરના રાજમાર્ગો ઉપર ફ્લેગ માર્ચ યોજવામાં આવી હતી

gujaratjanekta

દાહોદ જિલ્લાના દેવગઢ બારીઆના ડાંગરીયા ગામે ધોળે દહાડે લાલ-કાળા કલરની મોટર સાયકલ પર આવેલા ૨૦ થી ૨૫ વર્ષની ઉંમરના અજાણ્યા પેન્ટ શર્ટ ધારી લુંટારૂઓએ ફોરેસ્ટ નર્સરીની નજીક રોડ પાસે લઘુશંકા કરી પરત આવી રહે

Admin

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial