Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

સેવા પખવાડિયા કાર્યક્રમ અંતર્ગત સુખસરમાં કુપોષિત બાળકોને પોષણ કીટ નું વિતરણધારાસભ્ય રમેશભાઈ કટારા કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા

ફતેપુરા શબ્બીરભાઈ સુનેલવાલા

વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદીના જન્મદિવસ અંતર્ગત દેશમાં સેવા પખવાડિયા અંતર્ગત વિવિધ કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે જેમાં ફતેપુરા તાલુકાના સુખસર ખાતે સોમવારના રોજ કુપોષિત બાળકોને પોષણ કીટનું વિતરણ ધારાસભ્ય રમેશભાઈ કટારા ના હસ્તે કરવામાં આવ્યું હતું.
ભારત દેશના લોકલાડીલા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના 75 માં જન્મદિવસ અંતર્ગત દેશભરમાં વિવિધ કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે દાહોદ જિલ્લામાં પણ સેવા પખવાડિયા અંતર્ગત રીત કાર્યક્રમો હાથ ધરાયા છે જેમાં સોમવારના રોજ ફતેપુરા તાલુકાના સુખસર ખાતે સીએમટીસી સેન્ટર માં 63 જેટલા કુપોષિત બાળકોને પોષણ કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. ભારતીય જનતા પાર્ટી દ્વારા આપવામાં આવેલ પોષણ કીટનું ધારાસભ્ય રમેશભાઈ કટારા ના હસ્તે વિતરણ કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં આરોગ્ય અધિક્ષક ડો. ભરત પટેલ, આયુર્વેદ ડો. અલ્કેશ બારીયા, ડો.જગદીશ પટેલ, સીડીપીઓ દિવ્યા પંજાબી સહિત આંગણવાડી સ્ટાફ અને કુપોષિત બાળકોના વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમનું સંચાલન R.B.S.K ડો.કોમલ પારેખ દ્વારા કરવામાં આવ્યું હતું. ફતેપુરા તાલુકાના 160 જેટલા કુપોષિત બાળકોને પોષણ કીટનું વિતરણ કરવામાં આવનાર હોવાનું જાણવા મળ્યું હતું.

Share

Related posts

અમદાવાદમાં રખડતા પશુનો ત્રાસ ચાલુ જ છે, નવ મહિનામાં રખડતા પશુની ૨૮૮૫ ફરિયાદ, ૧૨૪૮ કેસમાં ચાર્જશીટ દાખલ

Admin

બીલવાણી સહિત ઝાલોદ તાલુકામાં 20 થી વધુ વીજ પોલ ધરાશાય

gujaratjanekta

ઝાલોદ તાલુકાના લીમડી નગરમાં ટેન્કર દ્વારા ઉભેલા વાહનને ટક્કર મારતાં બોલેરો અને મોટર સાયકલને નુકશાન

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial