Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

ઝાલોદ પોલિસ દ્વારા તેરા તુઝકો અર્પણ અંતર્ગત ત્રણ વ્યક્તિઓને ખોવાયેલ મોબાઇલ પરત આપ્યા

પંકજ પંડિત

ઝાલોદ પોલિસ દ્વારા તેરા તુઝકો અર્પણ અંતર્ગત ત્રણ વ્યક્તિઓને ખોવાયેલ મોબાઇલ પરત આપ્યામોબાઇલ મેળવી ત્રણે વ્યક્તિઓએ પોલિસની કામગીરીની પ્રસંશા કરઝાલોદ પોલિસ સ્ટેશનમા ત્રણ વ્યક્તિઓએ પોતાના મોબાઈલ અલગ અલગ સ્થળે પડી ગયેલ હોવાની ફરિયાદ કરેલ હતી તેના આધારે ઝાલોદ પોલિસ સ્ટેશનના આઈ.ટી એક્સપર્ટ દ્વારા અલગ અલગ મોબાઈલના આઈ.એમ.આઈ નંબર ટ્રેસ કરી ખોવાઈ ગયેલ મોબાઇલની શોધખોળ આદરી હતી. ઝાલોદ પોલિસ દ્વારા ટેકનિકલ પદ્ધતિનો ઉપયોગ કરી ત્રણ મોબાઇલ રિકવર કરેલ હતા.
જેમાં અરવિંદભાઈ પ્રજાપતિ ( રહે. ગાંગડતલાઈ ,રાજસ્થાન) નો ઓપ્પો A58 સાંપોઈ ખાતે 26-07-2025 , પ્રજાપતિ ચિરાગ રાજૂભાઈ ( સૂખસર) તેમનો આઈફોન 11 સત્કાર હોટલ પાસે પડી ગયેલ હતો, ભાભોર વિકાસ રમેશ ( રણીયાર) વીવો y400 મોબાઇલ ઈશાન હોસ્પિટલ પાસે પડી ગયેલ હતો. આ ત્રણેય વ્યક્તિઓના મોબાઇલ ઝાલોદ પોલિસ દ્વારા ટેકનિકલ એક્સપર્ટની મદદ લઇ પરત મેળવેલ હતા. જેને લઈ ઝાલોદ પોલીસના પી.આઈ રવિ ગામીત અને પી.એસ.આઇ સી.કે સીસોદીયા દ્વારા તેરા તુઝકો અર્પણ અંતર્ગત ત્રણેય વ્યક્તિઓને મોબાઇલ પરત સોપ્યા હતા. ત્રણેય વ્યક્તિઓને પોતાના મોબાઈલ પરત મળતા પોલીસ દ્વારા થયેલ સરાહનીય કામગીરીની પ્રસંશા કરી પોલિસનો આભાર માન્યો હતો.

Share

Related posts

લીમખેડાની હસ્તેશ્વર સ્કૂલ ખાતે મહેંદી સ્પર્ધા યોજાઈ

gujaratjanekta

હિંમતનગર ગ્રોમોર સ્કુલ એન્ડ કોલેજ ખાતે થનગનાટ ૨૦૨૨ નવરાત્રી મહોત્સવ યોજાયો

gujaratjanekta

કેદારનાથ મહાદેવ મંદિર ચોસાલા ખાતે જળાભિષેક કરતા મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial