Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

ઝાલોદ નગરપાલિકા દ્વારા સ્વચ્છતા હી સેવા અંતર્ગત પી.વી.પટેલ ગર્લ્સ હાઈસ્કૂલના સહયોગથી પોસ્ટર બેનર સાથે નગરમાં રેલી યોજી નગરજનોને જાગૃત કરાયા

પંકજ પંડિત

ભારત સરકાર દ્વારા ૨ જી ઓક્ટોબરના રોજ મહાત્મા ગાંધીજીની જન્મ જયંતિ નિમિતે સમગ્ર ભારતમાં સ્વચ્છતા માટેના જન આંદોલનની ઉજવણીનું આહવાન કરવામાં આવ્યું છે. આ વર્ષે સ્વચ્છ ભારત મિશનનાં ૧૧ વર્ષની ઉજવણીના ભાગરૂપે ‘‘સ્વચ્છતા હી સેવા ૨૦૨૫’’ ને “સ્વચ્છોત્સવ તરીકે ઉજવણી કરાઇ રહી છે.ત્યારે આ ઉજવણીના ભાગરૂપે ઝાલોદ નગરપાલિકા દ્વારા ઠેર-ઠેર સ્વચ્છતા કાર્યક્રમો તથા જન-જાગૃતિની પ્રવૃતિઓ કરવામાં આવી રહેલ છે. “સ્વચ્છતા હી સેવા-૨૦૨૫” અંતર્ગત ઝાલોદ નગરપાલિકા વિસ્તારના વિવિધ સ્થળોએ સફાઇની કામગીરી હાથ ધરાઇ હતી. આ સાથે જ નાગરિકોમાં જન-જાગૃતિ આવે તે માટે પી.વી.પટેલ ગર્લ્સ હાઈસ્કૂલના સહયોગથી વિદ્યાર્થીઓ દ્વારા સ્વચ્છતા રેલીનું આયોજન કરાયું હતું.જેમાં શાળાઓના બાળકો દ્વારા સ્વચ્છતા જાગૃતિ માટે “સ્વચ્છતા હી સેવા” ના લોગો સાથે સ્વચ્છતા રેલી યોજવામાં આવી હતી. ઝાલોદમા સ્વચ્છતા હી સેવા ૨૦૨૫ અંતર્ગત ચીફ ઓફિસર યોગેશ ગણાત્રાના માર્ગ દર્શન હેઠળ સેનેટરી વિભાગના વૈશાલીબેન અને નગરપાલિકાના સફાઈ કર્મચારીઓ દ્વારા શાળાઓમાં શાળા પરિસરની સફાઈ જેવા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું.

Share

Related posts

દાહોદના ધાનપુરમાં પોલીસ અને બુલટેગર વચ્ચે સામ સામે ફાયરીંગ, દારુની રેડ કરવા ગઈ હતી વિજિલન્સ ટીમ

Admin

ગુજરાત આગામી 5 વર્ષમાં 1 ટ્રિલિયન ડોલરનું અર્થતંત્ર બનશે, ભુપેન્દ્ર પટેલ સરકારનો મેગા પ્લાન

gujaratjanekta

દાહોદ જિલ્લાના ફતેપુરાની ગાયત્રી પ્રજ્ઞાપીઠ લીમડીયા મુકામે ભાઈ બીજના દિવસે નવા વર્ષના શુભારંભે સ્નેહમિલન કાર્યક્રમની સાથે પંચકુંડી ગાયત્રી મહાયજ્ઞ યોજાયો.

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial