Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

વિદેશી દારૂ વેચતા બુટલેગરો પર ઝાલોદ પોલીસની લાલ આંખ : 78,70,203 નો વિદેશી દારૂ સાથે બે વ્યક્તિની અટકાયત કરી

પંકજ પંડિત

વિદેશી દારૂ વેચતા બુટલેગરો પર ઝાલોદ પોલીસની લાલ આંખ : 78,70,203 નો વિદેશી દારૂ સાથે બે વ્યક્તિની અટકાયત કરી
1,03,80,203 રૂપિયાનો મુદ્દામાલ પોલીસે કબ્જે લીધો
આગામી દિવસોમાં નવરાત્રી તેમજ દિવાળીના પર્વ નજીક આવી રહેલ છે જેને લઈ પોતાના ફાયદા માટે વિદેશી દારૂ વેચતા બુટલેગરો પોતાની તગડી કમાણી કરવા માટે વિદેશી દારૂનો જથ્થો ભેગો કરી રહેલ હોવાની બાતમીના આધારે દાહોદ જિલ્લા પોલિસ અધિક્ષક રવિરાજસિંહ જાડેજા દ્વારા દાહોદ જિલ્લાની તમામ ચેક પોસ્ટ પર એલર્ટ રહી શંકાસ્પદ લાગતા આવતા જતા વાહનો ચેક કરવા સૂચન આપેલ છે તેને લઈ ઝાલોદ ડીવીઝનના ડી.વાય.એસ.પી ડી.આર.પટેલ દ્વારા તમામ ચેક પોસ્ટ પર ચાંપતો પોલીસ બંદોબસ્ત ગોઠવી સતત બુટલેગરો પર નજર રાખી રહેલ છે. ઝાલોદ પોલીસ સ્ટેશનના પી.આઈ રવિ ગામીત પોલિસ સ્ટાફ સાથે રાખી ધાવડીયા ચેક પોસ્ટ પર ગેરકાયદેસર રીતે દારૂની હેરાફેરી કરતા બુટલેગરો પર બાજ નજર રાખી કડક રાહે નાકાબંધી કરી શંકાસ્પદ લાગતા વાહનોનુ ચેકિંગ હાથ ધરેલ હતું.
વાહન ચેકીંગ દરમિયાન ઝાલોદ પોલીસના પી.આઈ રવિ ગામીત દ્વારા રાજસ્થાનના મોનાડુંગર તરફ થી આવતી અશોક લેલન ટ્રક RJ-09-GA-5662 નંબરના ટ્રક ચાલકને ઉભો રાખી ટ્રક ચેક કર્યો હતો. પહેલી નજર જોતા ટ્રકની અંદર બટાકાના કટ્ટા હોવાનું જણાઈ આવેલ હતું. પોલિસ દ્વારા બટાકાના કટ્ટા હટાવી ચેક કરતા પોલિસ ચોંકી ઉઠી હતી. પોલિસને બટાકાની આડમાં ગુજરાતમા મોટા પાયે વિદેશી દારૂનો જથ્થો લઈ જતા હોવાનું જાણવા મળેલ હતું તેની આધારે પોલિસ દ્વારા ટ્રકના ડ્રાઇવર અને તેના સાથેના અન્ય ઈસમની અટકાયત કરી હતી. ઝડપાયેલ ઈસમ ગણેશ ભેરુલાલ ભીલ ( માલ) અને દેવેન્દ્ર પ્રકાશચંદ્ર સાલ્વી ( રહે.તા. કુંવારીયા, જી.રાજસમંદ ,રાજસ્થાન) ની વધુ પૂછપરછ હાથ ધરેલ હતી. પૂછપરછ દરમિયાન આ વિદેશી દારૂ રતનલાલ કુમાવત ( રહે.ગોવાળીયા ,તા.સરદારગઢ, જી.રાજસમંદ) એ ભરી આપેલ હોવાની કબૂલાત કરેલ હતી અને આ વિદેશી દારૂ રાજકોટ ખાતે પહોંચાડવાનો હતો તેવું જણાવેલ હતી.
ઝાલોદ પોલિસ દ્વારા ટ્રક માંથી ઇંગ્લીશ દારૂની 803 પેટીઓ, જેમાં 23,748 નંગ વિદેશી દારૂની બોટલો જેની અંદાજિત કિંમત 78,70,203 તેમજ વિદેશી દારૂની હેરાફેરીમા વપરાયેલ ટ્રકની કીમત 25,00,000 અને બે મોબાઇલ 10,000 એમ મળી કુલ 1,03,80,203 ના મુદ્દામાલને જપ્ત કરી ચાર ઇસમો વિરુદ્ધ કાયદેસરનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે.

Share

Related posts

વાગધર સંસ્થા દ્વારા ઝાલોદ તાલુકાના વઘેલા ગામમાં પરંપરાગત બીજ આદાન-પ્રદાન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું

gujaratjanekta

ઝાલોદ એસ.ટી બસ સ્ટેશન ખાતે હર ઘર તિરંગા અંતર્ગત કાર્યક્રમ યોજાયો

gujaratjanekta

ગાંધીનગર / PM મોદીના ગુજરાત પ્રવાસ પહેલા કમલમમાં મહત્વની બેઠક, તમામ ધારાસભ્ય -સાંસદોને હાજર રહેવા સૂચન

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial