પ્રતિ વર્ષ સર્વે સમાજને સાથે લઈને ચાલનાર ભવ્ય અને વિશાલ નિ:શુલ્ક સમૂહલગ્નોત્સવ, સમાજસેવા સહિતના અનેક સેવાકીય પ્રવૃત્તિઓ માટે જાણીતા MLA નિમિષાબેન સુથારના જન્મદિવની ઉજવણી સેવાકીય પ્રવૃત્તિઓથી કરાઈ હતી.

તા. ૧૩/૯/૨૫ ના શનિવારના રોજ ૧૨૫-મોરવા હડફ વિસ્તારના લોકલાડીલા અને સેવાકીય પ્રવૃત્તિમાં હર હંમેશ હાજર રહેતા એવા ધારાસભ્ય નિમિષાબેન સુથારના જન્મ દિવસ નિમિતે વિધાનસભા માં સમાવિષ્ટ ગોધરા, મોરવા હડફ અને સંતરામપુર તાલુકાના કાર્યકર્તાઓ દ્વારા પ્રાથમિક શાળાઓમાં ભણતા બાળકોને તિથિ ભોજન આપવામાં આવ્યું. જેમાં મોરવા હડફ તાલુકાના ૬૯ પ્રાથમિક શાળા ના ૧૩૯૯૪ બાળકો, સંતરામપુર તાલુકાની ૪૩ પ્રાથમિક શાળાઓના ૪૮૧૪ બાળકો અને ગોધરા તાલુકાની ૧૧ પ્રાથમિક શાળા ના ૨૮૫૧ બાળકોએ તિથિ ભોજનનો લાભ લીધો.

આ પ્રસંગે જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત સદસ્યો, સરપંચશ્રી, સંગઠનના હોદેદારો, કાર્યકરો અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા અને લોકલાડીલા ધારાસભ્ય નિમિષાબેન સુથારને જન્મદિવસની શુભકામના પાઠવી.

