પંકજ પંડિત
ઝાલોદ નગરમા પ્રથમ વખત પુરુષ દ્વારા માસક્ષમણ કરવામાં આવ્યાઝાલોદ નગરમા દાન , પુણ્ય અને નગરમા ઉજવાતા કોઈ પણ ધાર્મિક કાર્યોમાં ઉદારતા સાથે સહભાગી થનાર લાલચંદ ભંડારી પરિવાર અને તેમના ત્રણેય પુત્રો સદાય અગ્રસેર રહે છે. લાલચંદ ભંડારી પરિવારમાં લલીત ભંડારી અને તેમના ધર્મ પત્ની દ્વારા 8 દિવસના તપસ્વી વ્રત ( અઠ્ઠાઈ ) તેમજ કમલ ભંડારીના બંને પુત્રોએ તપસ્વી વ્રત પવિત્ર પર્યુષણ માસમાં કરેલ છે જેમાં એક પુત્ર 8 દિવસના અઠ્ઠાઈ વ્રત તેમજ બાવીસ વર્ષના યુવા એવા વંદન ભંડારી દ્વારા 31 દિવસના વ્રત કરવામાં આવેલ હતા. જેને જૈન ભાષામાં માસક્ષમણ કહેવામાં આવે છે. આ માસક્ષમણમા 31 દિવસ સુધી ફક્ત પાણી થી ઉપવાસ કરવામાં આવે છે અને સંધ્યા કાળ થી સૂર્ય ઉદય ન થાય તે દરમિયાન પાણી પણ પીવાતુ નથી. વંદન ભંડારીને જૈન ધર્મ વિશે જાણકારી તેમજ વ્રત ઉપવાસનું મહાત્મ્ય તેના દાદા લાલચંદ ભંડારી અને દાદી પાસે વારસાઈમા મળેલ હતી. દાદા દાદીના આશીર્વાદ થી વંદનના માતા પિતા પણ પર્યુષણ દરમિયાન મહાવીર સ્વામીની આરાધના જપ તપ કરવા માટે પુત્રને સદાય સહાય કરતા હતા અને જરૂર હોય ત્યારે યોગ્ય માર્ગદર્શન પણ આપતા હતા. ઝાલોદ નગરના જૈન સમાજમાં કેટલાય લોકોએ પર્યુષણના પવિત્ર દિવસમાં વ્રત પૂજા સાથે તપસ્યા કરેલ છે જેમાં મહિલાઓ પ્રતિવર્ષ ધર્મ પ્રત્યે પવિત્ર ઉપવાસ કરી મહાવીર સ્વામીની આરાધના કરતા હોય છે. ઝાલોદ નગરમાં તપસ્વી ( માસક્ષમણ ) વ્રત ઘણા થયેલ છે પરંતુ પુરુષ વર્ગમા પ્રથમ વાર 22 વર્ષીય નવયુવાન વંદન ભંડારી દ્વારા 31 દિવસના તપસ્વી ( માસક્ષમણ ) વ્રત પર્યુષણના પવિત્ર મહિનામાં કરેલ છે. વંદન ભંડારીના પરિવારજનો દ્વારા પુત્રની આ અલાયદી સિદ્ધિને યાદગાર બનાવવા ભક્તિ સંખ્યાનું આયોજન તેમજ તપસ્વી વંદન ભંડારીની નગરમાં ભવ્ય શોભાયાત્રા વાજતે ગાજતે કાઢી હતી. નગરના તેમજ પરિવારજનો દ્વારા તપસ્વી વંદન ભંડારીની તપસ્યાની સરાહના કરેલ હતી તેમજ સહુ લોકોએ આશીષ આપ્યા હતા કે ભગવાન મહાવીર સ્વામી સદાય આવી ભક્તિ કરવાની શક્તિ પુરી પાડે.

