Gujarat Jan Ekta
તાજા સમાચાર
Other

ઝાલોદ વેપારીની હેક્ટર ગાડીમાં ભીષણ આગ લાગતા લાખોનું નુકસાન

પંકજ પંડિત

ઝાલોદના એક વેપારીની એમ.જી. હેક્ટર ગાડીમાં ગત રાત્રે અચાનક આગ ભભૂકી ઉઠતાં ગાડી સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ગઈ હતી. આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. પરંતુ ગાડી માલિકને લાખો રૂપિયાનું નુકસાન થયું છે. આ ઘટના ઝાલોદ તાલુકાના પાવડી ગામે બની હતી.​ઝાલોદના ગીતા મંદિર વિસ્તારમાં રહેતા વેપારી અબ્દુલ વહાબ અબ્દુલ રહીમ મતાદાર તેમની પત્ની સાથે પાવડી ગામે સાસરીમાં ગયા હતા. રાત્રે લગભગ 10 વાગ્યે તેમણે પોતાની સફેદ રંગની એમ.જી. હેક્ટર ગાડી (નંબર GJ-20-AQ-8686) ઘરની બાજુમાં પાર્ક કરી હતી. તેઓ ઘરમાં ગયા બાદ ગાડીમાંથી જોરદાર અવાજ આવતા અબ્દુલભાઈ બહાર દોડી આવ્યા હતા. ​​બહાર નીકળીને જોતાં ગાડીમાં આગ લાગી હતી અને આગ ઝડપથી વિકરાળ સ્વરૂપ ધારણ કરી રહી હતી. અબ્દુલભાઈ અને તેમના સસરાએ તાત્કાલિક ઘરના બોરના પાણીથી આગ ઓલવવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ આગ કાબૂમાં આવી ન હતી.ઘટનાની જાણ થતાં તાત્કાલિક 112 પર કોલ કરતા ઝાલોદથી ફાયરબ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. ફાયરબ્રિગેડે પણ પાણીનો મારો ચલાવ્યો છતાં આગ ઓલવી શકાઈ નહોતી અને આખી ગાડી સંપૂર્ણપણે બળીને રાખ થઈ ગઈ હતી.​આ ઘટના અંગે વેપારી અબ્દુલ વહાબે લીમડી પોલીસ સ્ટેશનમાં જાણવાજોગ ફરીયાદ નોંધાવી હતી. આકસ્મિક આગ લાગવાથી વેપારીને મોટું આર્થિક નુકસાન થયું હતું.

Share

Related posts

“માંડવી તાલુકાના વિકાસના કામોનું પ્રારંભ ધારાસભ્યના હસ્તે કરાયું સાથે જ લોકોના પ્રશ્નો સાંભળ્યા હતા”

gujaratjanekta

મહિલા ઉદ્યોગસાહસિકોને પ્રોત્સાહિત કરવાના હેતુથી અમદાવાદની એલ.જે.યુનિવર્સિટી દ્વારા એક અનોખી પહેલ કરવામાં આવી છે, જેના ભાગરૂપે 10 અને 11 ફેબ્રુઆરીએ ‘વિમેન ઈન્વેસ્ટિંગ વિમેન 2.0’ નામનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.

Admin

કરછ:”દાબેલી ચાહકો માટે આનંદો માંડવીમાં કમલ દાબેલી મસાલાનું લોન્ચિંગ કરાયું”

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial