Gujarat Jan Ekta
તાજા સમાચાર
Other

ઝાલોદ પોલીસ સ્ટેશન વિસ્તારના અપહરણના ગુન્હામા નાસતો ફરતો આરોપી તથા વોરંટના આરોપીઓને શોધી કાઢતી ઝાલોદ પોલીસ

પંકજ પંડિત

દાહોદ જિલ્લા પોલીસ અધિક્ષક રવિરાજસિંહ જાડેજાનાઓએ નાસતા ફરતા આરોપીઓને શોધી કાઢવા સુચના કરેલ હતી તે અન્વયે ઝાલોદ ડિવિઝનના નાયબ પોલીસ અધિક્ષક ડી.આર.પટેલ સાહેબના માર્ગદર્શન હેઠળ નાસતા-ફરતા આરોપીઓ પકડવા સારૂ ઝાલોદ પોલીસની અલગ અલગ ટીમો બનાવી આ અંગે કામગીરી હાથ ધરવામા આવેલ હતી.તા.૦૩/૦૯/૨૦૨૫ ના રોજ ઝાલોદ પોલીસ સ્ટેશન વિસ્તારમા પોલીસ અધિક્ષક રવિરાજસિંહ જાડેજા તથા નાયબ પોલીસ અધિક્ષક ડી.આર.પટેલ દ્વારા પોલીસની અલગ અલગ ટીમો બનાવી નાસતા ફરતા આરોપીઓ તેમજ અન્ય કામગીરી રાખવામા આવેલ હતી. જે દરમ્યાન ચોકકસ બાતમી આધારે ઝાલોદ પોલીસ સ્ટેશનના એ.પાર્ટ ગુ.ર.નં.૧૧૮૨૧૦૩૦૨૫૦૫૨૫/૨૦૨૫ ભારતીય ન્યાય સંહિતા કલમ-૧૩૭(૨),૮૭ મુજબના અપહરણના ગુન્હામા છેલ્લા ચાર માસથી નાસતો ફરતો આરોપી નિકુલભાઈ મણીલાલ જાતે.ભેદી રહે.જાફરપુરા તા.ઝાલોદ જી.દાહોદ નાને પકડી હસ્તગત કરવામા આવેલ તેમજ ઝાલોદ કોર્ટના બીન જામીનલાયક વોરંટના આરોપી કારુકભાઈ મોહમંદભાઈ ડાયા રહે.ઝાલોદ કોળીવાડા તા.ઝાલોદ જી.દાહોદ તથા સુનીલભાઈ કલસીંગભાઈ કામોળ રહે.ખરસાણા તા.ઝાલોદ જી.દાહોદ નાઓને પકડી હસ્તગત કરવામા આવેલ છે.આમ અપહરણના ગુન્હામા આરોપી તથા બીન જામીનપાત્ર વોરંટના બે આરોપીઓને શોધી કાઢવામા ઝાલોદ પોલીસને સફળતા મળેલ છે.પકડાયેલ આરોપી: નિકુલભાઈ મણીલાલ જાતે.ભેદી રહે.જાફરપુરા તા.ઝાલોદ જી.દાહોદવોરંટના આરોપી: (૧) ફારુકભાઈ મોહમંદભાઈ ડાયા રહે.ઝાલોદ કોળીવાડા તા.ઝાલોદ જી.દાહોદ.(૨) સુનીલભાઈ કલસીંગભાઈ કામોળ રહે.ખરસાણા તા.ઝાલોદ જી.દાહોદ.

Share

Related posts

“માંડવીમાં સ્વાસ્થ્યપ્રદ રસોઈ સ્પર્ધા નું આયોજન કરાયું “

gujaratjanekta

ગુજરાતમાં વધુ બે નગરપાલિકા બનશે મહાનગરપાલિકા – જાણો વધુ

gujaratjanekta

“માંડવી શહેર અને તાલુકા પ્રમુખ એ કાઠડાની સરકારે કાર્ગો માટે ફાળવેલી ગૌચર જમીન બાબતે સરકાર અને સત્તાધારી પક્ષ સામે વિવિધ આક્ષેપો કર્યા”

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial