Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

ઝાલોદ તાલુકાનો માછણ નાળા ડેમ છલકાયો 277.64 મીટર સપાટી સાથે ઓવરફલો નીચાણવાળા સાત ગામો ને એલર્ટ કરાયા હતા

દાહોદ જિલ્લામાં છેલ્લા બે દિવસથી ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે ત્યારે ઉપર વાસમાં ધોધમાર વરસાદ ના કારણે ઝાલોદ તાલુકાનો માછણ નાળા ડેમ છલકાયો આ માછણ નાળા ડેમ જિલ્લાનો પાંચ મો ડેમ છે જે સંપૂર્ણ ભરાઈ ગયો છે ડેમ ની કુલ સપાટી 277.64 મીટર થી વધી ને 277.70 મીટર પહોંચી ગઈ છે જેના પરિણામે માછણ નાળા ડેમ ઓવર ફલો થયો છે આ ઘટના થી ખેડૂતો મા આનદ ની લહેર ફરી વળી છે આ માછણ નાળા ડેમ નું ગ્રોસ સ્ટોરેજ 28.10 એમ સી એમ અને ડેટ સ્ટોરેજ 5.93 એમ સી એમ નોંધાયું છે હાલમાં માછણ નાળા ડેમ માં પાણી ની આવક અમે જાવક 377.84 ક્યુસેક છે ઉપરવાસ માં પડેલ વરસાદને કારણે માછણ નાળા ડેમ માં નવા નીર ની આવક થઈ જેના પરિણામે માછણ નાળા ડેમ છલકાયો છેલ્લા ચોવીસ કલાકમાં ઝાલોદ તાલુકામાં 12 mm વરસાદ નોંધાયોહતો આ વરસાદે ડેમ ની સપાટી વધારવામાં મહત્વ ભુમિકા ભજવી માછણ નાળા ડેમ ઓવર ફલો થતા નીચાણ વાળા ગામો ભાણપુરા, ચિતોડીયા , ધાવડીયા ,મહુડી, માડળીખુટા અને થેરકા ને એલર્ટ કરવામાં આવ્યાં છે સાવચેતી ના ભાગરૂપે પોલીસે આ વિસ્તારમાં પોલીસ બંદોબસ ગોઠવ્યો છે કોઈ અનીછનિય ઘટના ન બને વહીવટી તંત્ર દ્વારા ગામજનો. ને સતર્ક રહેવા સૂચના આપવામાં આવી છે જોકે નીચાણ વાળા વિસ્તરો મા સાવચેતી રાખવી જરૂરી છે તેવું જીલ્લા વહીવટી તંત્ર દ્વારા જણાવ્યું હતું.

Share

Related posts

કારકિર્દી માર્ગદર્શન વેબિનાર – શ્રીમતી આર.એમ. દેવડા માધ્યમિક શાળા લીમડી*ખાતે યોજાયો

gujaratjanekta

શહેરા તાલુકાના ભેસાલ ગામના શૈલેષભાઈ બાબુભાઈ રાવળ નામના યુવાનનો અકસ્માતમાં થયું મોત

gujaratjanekta

ઝાલોદ ભીલ રાજા વસૈયા ચોક ખાતે બાપ સાંસદ રાજકુમાર રોતનુ સ્વાગત કરાયું

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial