Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

ઝાલોદ તાલુકા કક્ષાનો પ્રાથમિક વિભાગનો કલા મહાકુંભ 2025 26 સ્પર્ધા કાળીમહુડી પ્રાથમિક શાળા ખાતે ભવ્ય રીતે ઉજવવામાં આવ્યો.

  • ઝાલોદ તાલુકા જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓની કચેરી દાહોદ દ્વારા આયોજિત ઝાલોદ તાલુકા કક્ષાનો પ્રાથમિક વિભાગનો કલા મહાકુંભ 2025 26 સ્પર્ધા કાળીમહુડી પ્રાથમિક શાળા ખાતે ભવ્ય ઉજવવામાં આવ્યો.
    ઝાલોદ તાલુકાના કન્વીનર શ્રી બળવંતભાઈ સંગાડા અને ઝાલોદ તાલુકાના પ્રાથમિક શિક્ષણ અધિકારી મા. રોશનીબેન બિલવાલ કાર્યક્રમને દીપ પ્રાગટ્ય કરી ખુલ્લો મુકવામાં આવ્યો ત્યાર બાદ રોશની બહેનશ્રી સમગ્ર કાર્યક્રમ ઊંડાણ પૂર્વક સમજ આપી. આ કલા ઉત્સવમાં પરંપરાગત રીતે વકૃત્વ સ્પર્ધા, નિબંધ લેખન,ચિત્રકલા, ભરતનાટ્યમ,એક પાત્રીય અભિનય,લોકનૃત્ય અને સૌથી વધુ 15 જેટલી પ્રાચીન અને અર્વાચીન ગરબા લગ્ન ગીત, લોકગીત,ભજન વગેરે 75 જેટલી કૃતિઓ રજૂ કરવામાં આવી હતી. જેમાં શ્રેષ્ઠ કૃતિઓને મા. રોશની બહેન તરફથી સ્પર્ધકોને રોકડ પુરસ્કાર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. તમામ કૃતિઓ રજૂ કરનાર બાળકોને HTAT આચાર્યશ્રી ઓ અન્ય અધિકારીગણ ના હસ્તે દરેક બાળકને પ્રમાણપત્ર એનાયત કરી સન્માન કરવામાં આવ્યા હતા. ખૂબ સારા પ્રમાણમાં વાલીઓ શિક્ષક ભાઈઓ બહેનો ની હાજરી જોવા મળી હતી. માન્ય રોશની બહેનના સુશાસન અને શ્રેષ્ઠ આયોજનથી સમગ્ર કાર્યક્રમ દિપી ઉઠ્યો હતો અને સૌએ આ ઉત્સવમાં ઉત્સાહભેર ભાગ લઈ શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું હતું.અને જિલ્લામાં પણ પ્રથમ નંબર આવેલ બાળકો શ્રેષ્ઠ પ્રદર્શન કરે તેવા આશીર્વાદ આપ્યા હતા.
Share

Related posts

કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ-૨૦૨૪ દાહોદમાં ધાનપુર તાલુકાની ૨ પ્રાથમિક શાળા તેમજ ૧ સરકારી માધ્યમિક શાળા ખાતે કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવની ઉજવણી કરાઈ

gujaratjanekta

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ-ઝાલોદ નગર દ્વારા સંઘના શતાબ્દી વર્ષ નિમિત્તે શ્રી વિજયા દશમી ઉત્સવ અને પથ સંચલન નું આયોજન કરવામાં આવ્યું

gujaratjanekta

ચીન પર ચર્ચા કરવા ગાંધી પ્રતિમા સામે વિરોધ પ્રદર્શન, ખડગેએ 12 પક્ષોને બોલાવ્યા

Admin

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial