પંકજ પંડિત
ઝાલોદ સોમનાથ મહાદેવ મંદિરે સનાતન ધર્મ જાગરણ અંતર્ગત સંસ્કૃતિના અનેક મુદ્દાઓ પર ચર્ચા કરાઇ ઝાલોદ સોમનાથ મહાદેવ મંદિર સમિતિ દ્વારા મંદિરના પ્રાંગણમાં 11-08-2025 ના રોજ રાત્રીના 8:30 વાગે હિન્દુ સંસ્કૃતિ અને ધર્મકાર્ય સાથે જોડાવા શક્તિ સંગમ પ્રોગ્રામ યોજાયો હતો. આ શક્તિ સંગમ કાર્યક્રમમાં ધર્મ જાગરણ ગુજરાતના વક્તા ધર્મેન્દ્રસિંહ રાણા ઉપસ્થિત રહી માર્ગદર્શન આપ્યું હતું.આ શક્તિ સંગમ પ્રોગ્રામમાં આજના યુગમાં મોબાઈલનો કેટલો ઉપયોગ કરવો અને નાના બાળકોને તેનાથી કેવી રીતે દૂર રાખવા તે માટેનું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. સનાતન ધર્મના ઉત્થાન માટે નાતી જાતિ ભૂલી સહુ ભેગા હળીમળીને ધર્મ પ્રત્યે સભાનતા કેળવવી, દરેક હિન્દુ સમાજના લોકો ભેદભાવ વગર દરેક મંદિરોમા જાય આરતી કરે અને દરેક ધર્મ પ્રવૃત્તિમા ભાગ લે. સનાતન ધર્મ કોઈ પણ ભેદભાવ વગર દરેકને અપનાવતો ધર્મ છે.પરિવારમાં એકતા કેળવવા પર પણ ભાર મૂક્યો હતો. જેમાં પરિવારને સમય, સાથે જમવું, સાથે વાતચીત કરવી, ઘરની પૂજામા સાથે રહેવું, પરિવાર સાથે બેઠા પછી મોબાઇલનો ઉપયોગ નહિવત કરવો, બાળકોને ધાર્મિક શિક્ષણ આપવું, બાળકો સાથે મિત્રતા કેળવી રહેવું જેવા અનેક પારિવારિક મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી જેનાથી કુટુંબ ભાવના મજબૂત બને અને પરિવારમાં પ્રેમ વધે. પરિવાર મજબૂત બનાવી સમાજ અને હિન્દુ ધર્મને મજબૂત બનાવવા જેવા મુદ્દાઓ પર માર્ગ દર્શન આપવામાં આવ્યું હતું. પરિવાર સમાજ તેમજ દરેક હિન્દુ ધર્મના રસ્તા પર ચાલી પોતાનામાં સંસ્કારોનુ સિંચન કરે. ઘર અને પરિવારમાં બધા સાથે બેસી નાના થી લઈને મોટા દરેક લોકો પોતાના વિચારો રજૂ કરે અને સારા વિચારો અંગે ચર્ચા કરે, રાષ્ટ્ર પ્રેમ વિશે પરિવારમાં ચર્ચા, દેશની વિભિન્ન સંસ્કૃતિ પર ચર્ચા જેવા મુદ્દાઓ પર વાત કરી સુંદર માર્ગ દર્શન આપ્યું હતું. છેલ્લે હિન્દુ સમાજના લોકો લવ જિહાદ જેવા સકંજામાં ફસાઈ જાય છે તો કેવી રીતે પોતાની સાચવી આવા વ્યક્તિઓ થી દૂર રહેવું, ધર્મ પરિવર્તન કરનારા લોકો કેમ ધર્મ પરિવર્તન કરે છે અને જે ભટકી ગયેલ છે તેઓને કેવી રીતે પાછું હિન્દુ સંગઠન સાથે જોડવું જેવા અનેક મુદ્દાઓ પર ધર્મેન્દ્રસિંહ રાણા દ્વારા પ્રકાશ પાડી માર્ગ દર્શન આપ્યું હતું.

