પંકજ પંડિત
ઝાલોદતાલુકાનાલીમડી-લીમખેડાલેબોરેટરીના અહેવાલ બાદ બ્રિજના સમારકામ અંગે આગળની કાર્યવાહી થશેદાહોદ જિલ્લામાં લીમડી-લીમખેડા રોડ પર આવેલા વાંકોલ બ્રિજનું મજબૂતીકરણ પરીક્ષણ (સ્ટ્રેન્થ ટેસ્ટિંગ) શરૂ કરવામાં આવ્યું છે.માર્ગ અને મકાન વિભાગ (સ્ટેટ) દ્વારા આ કામગીરી હાથ ધરવામાં આવી છે, કારણ કે આ બ્રિજ જર્જરિત હાલતમાં હોવાનું નિરીક્ષણ દરમિયાન જણાયું હતું.નિરીક્ષણ બાદ હવે બ્રિજની સુરક્ષા અને મજબૂતીની ખાતરી કરવા માટે તેના જુદા જુદા ભાગોના સેમ્પલ લેવામાં આવ્યા હતા.આ સેમ્પલને વધુ પરીક્ષણ માટે વડોદરાની લેબોરેટરીમાં મોકલવામાં આવશે.લેબોરેટરીના અહેવાલ બાદ બ્રિજના સમારકામ અંગે આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.આ પરીક્ષણ કામગીરીને કારણે રવિવારના દિવસે આ રોડ પરથી મોટા વાહનોની અવરજવર પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો.જેથી કામગીરી સુરક્ષિત રીતે પૂર્ણ કરી શકાય.સ્થાનિકો અને વાહનચાલકોને વૈકલ્પિક માર્ગનો ઉપયોગ કરવા માટે અપીલ કરવામાં આવી હતી.આ પરીક્ષણ દ્વારા બ્રિજની વર્તમાન સ્થિતિનો ચોક્કસ અંદાજ મેળવી શકાશે, જેના આધારે સમારકામ અથવા પુનઃનિર્માણનો નિર્ણય લેવામાં આવનાર હોવાનું જાણવા મળેલ છે.

