Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

દાહોદની SBI બેંકમાં બેંકમાં થતા લોન કૌભાંડમાં બેંક મેનેજર,એજન્ટ સહિત 7ની ધરપકડ.

સોલંકી કિશોરસિંહ,

દાહોદની SBI બેંકમાં બોગસ પગાર સ્લીપ તથા બનાવટી દસ્તાવેજો ના આધારે 5.05 કરોડની લોન આપી છેતરપિંડી કરી.દાહોદ ની SBI બેંકની બે અલગ અલગ બ્રાન્ચમાં એજન્ટોએ અગાઉના બેન્ક મેનેજર સાથે મળી બોગસ પગાર સ્લીપ તેમજ બનાવટી દસ્તાવેજોના આધારે બેંકના તમામ નીતિ નિયમોને નેવે મૂકી ૫.૦૫ કરોડની લોન આપી છેતરપિંડી કર્યા હોવાનું બેન્કની ઓડિટ રિપોર્ટમાં સામે આવ્યું છે. આ મામલે બેંક મેનેજર દ્વારા ફરિયાદ નોંધાવતા પોલીસે બેંક મેનેજર એજન્ટો સહિત ૭ જેટલા લોકો સામે નામજોગ ગુનો દાખલ કરી બંને બ્રાન્ચના મેનેજર અને બેજન્ટો તેમજ ત્રણ લોન ધારકો મળી ફૂલ સાત લોકોની ધરપકડ કરતા દાહોદ શહેર સહિત જિલ્લા ખળભળાટ મચી જવા પામ્યો છે.જેમાં 2021 થી 2023 ના સમયગાળા દરમિયાન એસ.બી.આઇ.ની મેઇન બ્રાન્ચના મેનેજર ગ્રુમીત પ્રેમસિંગ બેદી હાલ રહે. સમા સાવલી વડોદરા અને સંજય ડામોર રહે પરેલ દાહોદ રહેવાસી ફઇમ શેખ રહે, હાલ સુરતના જોડે મેળાપણા કરી ગેરકાયદેસર નાણાનો સ્ત્રોત બતાવી, પોતાની સત્તાનો દુરુપયોગ કરી બેન્કના નિયમોને નેવે મૂકી રેલવેમાં વર્ગ ચારમાં નોકરી કરતા રેલવે કર્મચારીઓને કમિશન ઉપર તેમની પગાર ઓછી હોવા છતાં બનાવટી પગાર સ્લીપમાં પગાર વધારે બતાવીને 19 લોકોને 4.77 કરોડની લોન આપી દીધી. તેવી જ રીતે જીએલકે ટાવર ચાલતી એસબીઆઇની બીજી બ્રાંચ બ્રાન્ચના મેનેજર મનીષ વામનરાવ ગૌલે એ બંને એજન્ટો સાથે મળી 10 જેટલા વ્યક્તિઓના બનાવટી દસ્તાવેજો પ્રકાશ સ્લીપ બનાવી તેમજ ઓન પેપર જીએસઆરટીસીના કર્મચારી તેમજ શિક્ષકો બતાવવી 82.72 લાખ રૂપિયાની લોન આપી દીધી. આ લોન ગોટાળામાં બેંક મેનેજર એ બંને એજન્ટો સાથે મળી બેંકના નિયમો મૂકી લોન આપી દીધી હોવાનું સામે આવતા પોલીસ ફરિયાદ નોંધાય છે.પોલીસે પકડેલા સંજય ડામોર રહે દાહોદ બેંકની બહાર એજન્ટો તરીકે લોન લેવા આવનાર વ્યક્તિઓની શોધમાં રહેતા હતા તેમજ પગાર સ્લીપ અપડેટ કરાવી મોટી લોન આપવાની આપતા હતા અને લોન મંજૂર થયા બાદ લોન લેનાર વ્યક્તિ પાસેથી કમિશન પેટે પૈસા લેતા હતા જેમાં એક ભાગ 2 મહિના સુધી પહોંચાડવામાં આવતો હતો બંને એજન્ટો બે મિનિટ સાથે મળીને આ લોન કુંભાર નાખી રહ્યા હતા.
પરંતુ ગેરકાયદેસર રીતે લોન મેળવનાર ત્રણથી ચાર જેટલા લોન ધારકો હપ્તાના પૈસા સમયસર ન ભરી શકતા તેમના ખાતા NPA થયા હતા, જેમાં 2024 માં ઓડિટ રિપોર્ટમાં મામલો સામે આવ્યો હતો, જેમાં દસ્તાવેજો નિરીક્ષણ કરતા સમગ્ર મામલાનો ભાંડો ફૂટ્યો છે
આ લોન કૌભાંડ છેલ્લા ઘણા સમયથી ચાલી રહ્યું હતું અને લોન ધારોકે પણ લોન આપતા સમયસર ભરી રહ્યા હતા પરંતુ ગેરકાયદેસર રીતે લોન મેળવનાર ૩ થી ૪ જેટલા લોન ધારો કે હપ્તાના પૈસા સમસ્ય ન કરી શકતા તેમજ ખાતામાં એનપીએ થયા હતા જે બાદ જૂન 2024 માં ઓડિટ રિપોર્ટમાં મામલો સામે આવ્યો હતો જેમાં દસ્તાવેજો નિરીક્ષક કરતાં ઉગ્ર મામલોનો ભાંડો ફુટયો છે,હાલ આગળની કાર્યવાહી ચાલુ છે

Share

Related posts

એસટી બસ દ્વારા ફતેપુરાને નવીન ત્રણ એસ ટી રૂટ શરૂ કરવામાં આવતા લોકોમાં આનંદન છવાયો

gujaratjanekta

આણંદના તાલુકાઓમાં સસ્તા અનાજની દુકાનો પર સડેલા ઘઉંનું વિતરણ કરાયાનો આક્ષેપ

gujaratjanekta

જિલ્લા શિક્ષણાધિકારી સુરેન્દ્ર દામાએ ધોરણ ૧૦ અને ૧૨ ના વિદ્યાર્થીઓને પરીક્ષા પર્વ અંતર્ગત માર્ગદર્શન પૂરું પાડ્યું

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial