Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

ઝાલોદ તાલુકાના લીમડી સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે આયુષ્માન ભવ તથા વિશ્વ હિપેટાઈટીસ દિનની ઉજવણી અંતર્ગત યોજાયો હેલ્થ કેમ્પ

મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારીશ્રીના માર્ગદર્શન હેઠળ અને DTHOશ્રી તેમજ લીમડી CHCના સુપ્રીટેડન્ટશ્રી શ્રીના અધ્યક્ષ સ્થાને લીમડી CHC ખાતે આયુષ્માનભવ હેલ્થ કેમ્પ યોજાયો હતો. આ કેમ્પમાં આવેલ લોકોને HIV,AIDS,RPR, STI, HCV,TB વિશે માહિતી આપવામાં આવી હતી.આ કેમ્પમાં આવેલ લોકોનું મેડિકલ ચેકઅપ HIV/RPR/SHIPHILIS/TB / હિપેટાઇટીસ બી-સીનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું હતું. કુલ 60 HRG ના HIV/RPR/SHIPHILIS/HCV B & C ના ટેસ્ટિંગ કરવામાં આવ્યા હતાઇ અને 5 LWSના પણ ટેસ્ટિંગ કરવામા આવ્યા હતા. તેમજ 18 HRGના ટી.બી. વાનમાં ટીબી ટેસ્ટિંગ તેમજ એક્ષરે કરાવવામાં આવ્યા હતા. જેઓનું કાઉન્સેલિંગ કરીને સારવાર માટે સમજણ આપવામાં આવી હતી.HIV ,TB- હિપેટાઈટીસ B-C વિશે માહિતી આપવામાં આવી હતી.જેમાં ચેપગ્રસ્ત સોય અને શાહીનો ઉપયોગ કરવાથી હિપેટાઇટિસ અને C ફેલાય છે, ટેટૂ અને કાન વિંધવા માટે સ્વચ્છ સાધનો તથા નવી સોય અને શાહીનો ઉપયોગ થાય તે સુનિશ્વિત કરો ,અને જાગૃત રહો અને સુરક્ષિત રહો તે વિશે માહીતિ આપવામાં આવી હતી. તેમજ ICTC સ્ટાફ દ્વાર IEC કરી HIV/ટીબી/હિપેટાઇટિસ વિશે માહિતી આપવામાં આવી હતી.સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે યોજાયેલ કેમ્પમાં ગોત્રી બરોડા હોસ્પિટલના ડોકટરોની ટીમ ,ટી.આઈ.સ્ટાફ , લીમડી CHCના ડોક્ટર તેમજ ICTC સ્ટાફ TB વિભાગનો સ્ટાફ તેમજ લીમડી અને ઝાલોદ વિસ્તારના HRG હાજર રહ્યાં હતા.

Share

Related posts

ઝાલોદ તાલુકાના કલજીની સરસવાણી ગામે તળાવમા ન્હાવા ગયેલ બે બાળકો ડૂબી જતાં મોત

gujaratjanekta

પંચમહાલ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ભવ્ય તિરંગા યાત્રા નું આયોજન કરવામાં આવ્યું!!

gujaratjanekta

ગોધરા સબજેલમાં કેદી પાસેથી ૨ સીમ વાળો મોબાઈલ મળી આવતા ચકચાર : મીલીભગતની શંકાઓ!

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial