Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

ઝાલોદ પોલિસ સ્ટેશનમા શ્રાવણ માસ અંતર્ગત હિન્દુ સમાજ અને મુસ્લિમ સમાજની મીટીંગ પી.આઈ ગામીતની અધ્યક્ષતા હેઠળ યોજાઈ

પંકજ પંડિત

ઝાલોદ નગરના પી.આઈ ગૌરવ ગામીત દ્વારા તારીખ 25-07-2025 થી હિન્દુ સમાજનો શ્રાવણ માસ ચાલુ થવાનો છે આ માસ દરમિયાન નગરમાં કોઈ અનિચ્છનીય ઘટના ન બને કે કોઈ ગેરકાયદેસર પ્રવૃત્તિ ન કરે તે માટે હિન્દુ અને મુસ્લિમ સમાજના આગેવાનોની એક મીટીંગ યોજવામાં આવી હતી.હિન્દુઓનો શ્રાવણ માસ આવી રહેલ છે ત્યારે કોઈ પણ સમાજ દ્વારા ખોટા કોઈ વાદ વિવાદ કે ખોટા ઘર્ષણ કરી વાતાવરણ ન બગડે તેમજ કોઈ પણ જાતની ખોટી અફવા કે સોશિયલ મીડિયા દ્વારા કોઈ પણ ધર્મની લાગણી દુભાય નહીં તેની વિશેષ તકેદારી રાખવા સૂચન કરેલ હતું. તેમજ નોનવેજ દુકાનના સંચાલકો વેસ્ટ કચરો હિન્દુ વિસ્તારો માંથી ન લઈ જાય તેમજ શ્રાવણ માસ દરમિયાન વિશેષ તકેદારી રાખવા નોનવૈજની દુકાનો ધરાવનાર દુકાનદારોને સૂચન કરેલ હતું. તેમજ શ્રાવણ માસના પવિત્ર તહેવાર નિમિત્તે સોમવાર, કાવડયાત્રા તેમજ શિવજી કી સવારી નગરમાં નીકળે તે દરમિયાન નગરની દરેક નોનવેજ દુકાનો સ્વેચ્છીક બંધ રાખે તેવું સૂચન કરેલ હતું.

Share

Related posts

દાહોદ જિલ્લા ઝાલોદ પંચાલ યુવક મંડળની વાર્ષિક સભા રાજસ્થાનનાં સલાકડા મહાદેવ મંદિર ખાતે યોજવામાં આવી

Admin

ઝાલોદ ઝુલેલાલ મંદિરે ચાલીહા ઉત્સવ સમાપન ધામધૂમ થી ભક્તિભાવ વાતાવરણ વચ્ચે યોજાયો

gujaratjanekta

આરોગ્ય મંત્રી નિમિષાબેન સુથારની ઉપસ્થિતિમાં અંજલિ ડેન્ટલ ક્લિનિક ગોધરા ખાતે નિ:શુલ્ક મેગા કેમ્પ યોજાયો

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial