Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

ઝાલોદની કૉલેજમાં ફાયર સેફ્ટી સિસ્ટમનું પ્રશિક્ષણ યોજાયું

ઝાલોદની શ્રી કે. આર. દેસાઇ આર્ટ્સ એન્ડ કોમર્સ કૉલેજ ખાતે સંસ્થાના આચાર્યશ્રી ડૉ. એ. આર. મોદીના માર્ગદર્શનમાં સંસ્થાના વિધાર્થીઓ તેમજ શૈક્ષણિક અને બિન શૈક્ષણિક સ્ટાફ માટે મૉકડ્રિલના માધ્યમથી ફાયર ઇમર્જન્સી સમયે સંસ્થા દ્વારા લગાવવામાં આવેલા ફાયર સેફ્ટી સિસ્ટમના પ્રભાવી ઉપયોગ માટે ખાસ નડિયાદ થી ઉપસ્થિત ફાયર સેફ્ટી ઓફિસર, શ્રી દિપેશભાઈ મકવાણા તથા તેમની ટીમ દ્વારા પ્રશિક્ષણ નિદર્શન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં ફાયર સેફ્ટી ઓફિસર દ્વારા ડ્રાય પાવડર તેમજ કાર્બન ડાયોક્સાઇડ ફાયર એક્સટિન્ગવિશર નો તફાવત સમજાવી તેના પ્રેકિ્ટકલ ઉપયોગ નિદર્શિત કરવામાં આવ્યા હતા. મોટી સંખ્યામાં હાજર વિદ્યાર્થીઓ અને તમામ સ્ટાફ સમક્ષ ફાયર ઇમર્જન્સી વખતે કયાં પગલાં લેવા અને શું ન કરવું જોઇએ તેની સમજ આપી હાઇડ્રા સિસ્ટમનો પણ પ્રશિક્ષણ નિદર્શન કરવામાં આવ્યો હતો. આ પ્રશિક્ષણ કાર્યક્રમમાં કૉલેજના એન. સી. સી. કેડેટ્સ અને એન. એસ. એસ. સ્વયંસેવકોએ વિશેષ ભૂમિકા ભજવી હતી.

Share

Related posts

વિશ્વ હોમિયોપેથીક દિવસ નિમિત્તે જય જલારામ હોમિયોપેથીક મેડિકલ કોલેજ મોરવા (રેણા) દ્વારા ગોધરા ખાતે ભવ્ય રેલી કાઢવામાં આવી

gujaratjanekta

વડોદરા શહેરમાં નિતીમતાનો ભંગ થતો હોય અથવા જેનાથી રાજયની સલામતી જોખમાતી હોય તેવા કૃત્યો કરવા ઉપર પ્રતિબંધ

gujaratjanekta

ઝાલોદ પોલિસ સ્ટેશનમા સોના ચાંદીના વ્યાપારીઓ દિવાળીના તહેવારોમા તકેદારી અને સાવધાની રાખે તે અંતર્ગત મીટિંગ યોજાઈ

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial