Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

શાળા પ્રવેશોત્સવ એટલેઉજ્જવળ ભવિષ્યનો મંગલ પ્રારંભ

પંકજ પંડિત

ઝાલોદ તાલુકાની અનેક સરકારી શાળાઓમાં પ્રવેશોત્સવ નો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં આજે છાંસિયા પ્રાથમિક શાળા, મઘાનીસર મુખ્ય શાળા અને શ્રી માધ્યમિક શાળા મહુડીમાં પ્રવેશોત્સવનો કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે ગામડી જિલ્લા પંચાયત સભ્ય શ્રીમતી સુમનબેન ડામોર, સી.આર.સી શ્રી સંજયભાઈ પટેલ, પૂર્વ ભાજપા પ્રમુખ શ્રી મુકેશભાઈ ડામોર તેમજ છાંસિયા સરપંચ મોહનભાઈ સુવર, મહુડી સરપંચ સુરમલભાઇ ગરાસીયા એ હાજરી આપી હતી. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ બાળકોને શૈક્ષણિક કીટનું વિતરણ કરવું અને પર્યાવરણની જાળવણીનો હતો. કાર્યક્રમમાં શાળાના આચાર્ય, શિક્ષક ગણ અને શાળાનું ગૌરવ એવા નાના ભૂલકાઓની હાજરીથી કાર્યક્રમની રૂપરેખા શોભાયમાન થઈ હતી.ઉપરાંત મોટી સંખ્યામાં ગ્રામજનો પણ જોડાયા હતા.

Share

Related posts

વડોદરામાં ખાણ ખનીજ વિભાગની કાર્યવાહી : ગેરકાયદે રેતી-બ્લેક વહન કરતા ૧ મશીન સહિત ૨ ડમ્પર મળી ૮૦ લાખનો મુદ્દામાલ જપ્ત – જાણો વધુ

gujaratjanekta

દાહોદમાં માર્ગ અને મકાન વિભાગ, પંચાયત દ્વારા ફતેપુરા તાલુકાના સાગડાપાડા, આફવા રોડની જંગલ કટિંગની કામગીરી હાથ ધરાઈ

gujaratjanekta

વિશ્વ હિન્દુ પરિષદ ઝાલોદ પ્રખંડ દ્વારા ધર્મરક્ષા નિધિ સમર્પણ અંતર્ગત નગરમાં લોક સંપર્ક કરવામાં આવ્યો

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial