Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

ઝાલોદ પોલીસ દ્વારા રથયાત્રા નીકળતા રૂટ ઉપર ફ્લેગ માર્ચ તેમજ સંવેદનશીલ વિસ્તારોમાં ચેકિંગ હાથ ધરાયું

પંકજ પંડિત

ભગવાન જગન્નાથજીની યાત્રા નગરમાં નીકળનાર છે તેની પૂર્વ તૈયારી રૂપે ઝાલોદ ડી.વાય.એસ.પી ડી.આર.પટેલની અધ્યક્ષતા હેઠળ નગરમાં રૂટ નિરીક્ષણ તેમજ ફ્લેગ માર્ચ કરવામાં આવી હતી. રથયાત્રાના રૂટ પર આવતા જતા રસ્તાઓ પર રૂટ નિરીક્ષણ કરી વિવિધ સૂચનો આપવામાં આવ્યા હતા તેમજ સંવેદનશીલ વિસ્તારોમાં ધાબા ચેકિંગ પણ કરવામાં આવેલ હતું. ડી.વય.એસ.પી ડી.આર.પટેલ દ્વારા પી.આઈ એચ.સી.રાઠવા તેમજ પી.એસ.આઈ આર.વી.રાઠોડને સુરક્ષા અંતર્ગત વિવિધ સુચનો પણ આપવામાં આવેલ છે. રથયાત્રામા કોઈ ખલેલ ન પહોંચે તેમજ કોઈ વિધ્ન ન આવે તે માટે શાંતિમય વાતાવરણ વચ્ચે એકતાનો ભાવ રાખી હળીમળીને રથયાત્રા કાઢવા માટે પણ અપીલ કરવામાં આવી હતી.

Share

Related posts

ઝાલોદ પોલિસ દ્વારા નગરમાં ફૂટ પેટ્રોલીંગ તેમજ ડ્રોન ઉડાવી સુરક્ષા વ્યવસ્થા અંગે તપાસ કરી

gujaratjanekta

ઝાલોદમાં ભગવાન બિરસા મુંડાની પ્રતિમાનું સાંસદ જશવંતસિંહ ભાભોર દ્વારા અનાવરણ

gujaratjanekta

ઝાલોદ PHC સેન્ટર ખાતે રાષ્ટ્રપતિ દ્રોપદી મુમુઁના ઈ.લોકાર્પણ આયુષ્યમાન ભવ:કાર્યક્રમ જોવામાં આવ્યો

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial