Gujarat Jan Ekta
તાજા સમાચાર
Breaking News ગુજરાત ન્યૂઝ

રાજ્યમાં અતિભારે વરસાદને લઇ હવામાન વિભાગે આ શહેરોમાં આપ્યું રેડ એલર્ટ – જાણો વધુમાં

રાજ્યમાં વરસાદને લઇને હવામાન વિભાગનું નાવકાસ્ટ સામે આવ્યું છે. જેમાં મધ્યમ વાવાઝોડા સાથે વીજળીના કડાકા સાથે પવન રહેશે. તેમજ 41-61 કિમી પ્રતિકલાકની ઝડપે પવન ફૂંકાશે. સુરેન્દ્રનગર, મોરબી સહિત સૌરાષ્ટ્રમાં વરસાદનું રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. તથા પોરબંદર, રાજકોટ, કચ્છમાં અતિભારે વરસાદની આગાહી છે.

વડોદરા, આણંદ, બોટામાં પણ ગાજવીજ સાથે વરસાદની આગાહી

અમદાવાદ, ગાંધીનગર, ખેડા, આણંદમાં અતિભારે વરસાદી આગાહી સાથે વડોદરા, આણંદ, બોટામાં પણ ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લામાં ગાજવીજ સાથે અતિભારે વરસાદની આગાહી તથા બનાસકાંઠા, પાટણ, મહેસાણામાં ભારે વરસાદ સાથે યલો એલર્ટ તથા સાબરકાંઠા, અરવલ્લી, મહિસાગરમાં પણ યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. તેમજ દ.ગુજરાતના કેટલાક જિલ્લામાં ભારે વરસાદ સાથે યલો એલર્ટ તથા વલસાડ, દમણ દાદરાનગર હવેલી ભારે વરસાદ સાથે યલો એલર્ટ જાહેર થતા સ્થાનિકોમાં ચિંતા વ્યાપી છે.

દાદરા નગર હવેલીમાં ભારે વરસાદ સાથે યેલો એલર્ટ જાહેર

મધ્યમ વાવાઝોડા સાથે વીજળીના કડાકા, મહત્તમ સપાટી પવન ગતિ વચ્ચે 41-61 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે. તથા સુરેન્દ્રનગર, મોરબી, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, રાજકોટ, કચ્છમાં અતિભારે વરસાદની આગાહી સાથે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. તેમજ અમદાવાદ, ગાંધીનગર, ખેડા, આણંદ, વડોદરા, બોટાદ, ભાવનગર, અમરેલી, જુનાગઢ, દીવ, ગીર સોમનાથમાં ગાજવીજ સાથે અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તથા બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, દાહોદ, છોટા ઉદયપુર, નર્મદા, ભરૂચ, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી ભારે વરસાદ સાથે યેલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું.

Share

Related posts

દાહોદ જિલ્લાની તમામ કોર્ટોમાં આગામી તા.૯ માર્ચના નેશનલ લોક અદાલતનું આયોજન કરાશે

gujaratjanekta

સંતો મંહતો દ્વારા નમૅદા પરિક્રમા પૂર્ણ બાદ રામાનંદ પાકૅ ખાતે યોજવામાં આવેલ બાલીકા પુજન કાયૅક્રમ

gujaratjanekta

ગુજરાત ચૂંટણી આયોગ દ્વારા આજે યોજાયેલી વીડિયો કોન્ફરન્સમાં આવનારી ચૂંટણીને લઈ જિલ્લાઓને વિસ્તૃત અને સ્પષ્ટ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial