Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

ઝાલોદ તાલુકા કાળીમહુડી ગ્રામ પંચાયતની ચૂંટણીમા વોર્ડ નંબર 4 ના ઉમેદવાર વિરુદ્ધ કરેલ અરજી ચૂંટણી અધિકારી દ્વારા નકારવામા આવી

પંકજ પંડિત

તારીખ 09-06-2025 ના રોજ કાળીમહુડી વોર્ડ નંબર 4 ના ઉમેદવાર હરિજન આશીષભાઈ રામસિંગભાઈ વિરુધ્ધ દસ્તાવેજો સાથે ચેડાં કરીને ફોર્મ રજૂ કરેલ હોવાની ફરિયાદ જશુંભાઈ મસુલભાઈ નીનામા દ્વારા ચૂંટણી અધિકારીને કરવામાં આવી હતી તે અંગે ચૂંટણી અધિકારી દ્વારા અરજદારની અરજી નકારી દીધેલ છે અને હરિજન આશીષભાઈ રામસિંગભાઈએ સાચી રીતે ફોર્મ ભરેલ છે તેમ લેખિત જવાબ આપેલ છે અને આ વોર્ડ નંબર 4 ના ઉમેદવારનું ફોર્મ ચૂંટણી અધિકારી દ્વારા મંજૂર કરવામાં આવેલ છે.કાળીમહુડી વોર્ડ નંબર 4 મા આશીષભાઈ અને તેના સમર્થકો દ્વારા પ્રતિક્રિયા આપવામાં આવી હતી કે આ ઉપજાવી કાઢેલી વાતો છે અને ઉમેદવારને બદનામ કરવા માટે કાવતરું રચવામાં આવેલ છે. આ ઉમેદવારને ધાકધમકી પણ આપવામાં આવેલ હોવાનું તેના સમર્થકો કહી રહેલ છે તેમજ અમુક તત્વો દ્વારા દાદાગીરી કરી લોકશાહીની હત્યા થાય તેવા કામો કરેલ છે આવા તત્વો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા પણ માંગ કરવામાં આવી હતી.

Share

Related posts

તાલુકા કક્ષાનો યુવા ઉત્સવ રાજ્ય કક્ષાના મંત્રી શ્રી  ડૉ કુબેરભાઇ ડિંડોર ના અધ્યક્ષ સ્થાને યોજાયો

gujaratjanekta

મહીસાગર જિલ્લા કલેકટરશ્નીની કેપ્ટનશીપમાં મતદાન જાગૃતિ માટે મહિલા ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાઈ

gujaratjanekta

ઝાલોદ સબજેલના બંદીવાનનોનુ તેમજ પોલિસ સ્ટાફનુ મેડિકલ ચેકઅપ કરાવવામાં આવ્યું

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial