Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

ઝાલોદ તાલુકાના કારઠ ગામ નજીકથી લીમડી પોલિસે 44,040 ના વિદેશી દારૂ સાથે એક વ્યક્તિની અટકાયત કરી

પંકજ પંડિત

ઝાલોદ તાલુકાની લીમડી પોલિસ આગામી ગ્રામ પંચાયતોની ચૂંટણી સંદર્ભે સતર્ક રહી હંગામી ચેક પોસ્ટ ઉભી કરી અસામાજિક પ્રવૃત્તિ કરતા ઇસમો પર વોચ રાખી રહેલ હતા ત્યારે કારઠ ગામ ત્રણ રસ્તા નજીક લીમડી પોલિસ વાહન ચેકીંગ કરી રહેલ હતી ત્યારે એક સફેદ કલરની ઈકો GJ-20-AQ-5391 આવી રહેલ હતી આ ગાડીના ચાલક દ્વારા પોલિસને દૂરથી જોઈ ગાડી વળાવી નાસી છૂટવાનો પ્રયત્ન કરતા લીમડી પોલિસને શંકા જતા લીમડી પોલિસ દ્વારા ગાડીનો પીછો કરી આ ગાડી કારઠ રોડ થી કંબોઈ ગામ થઈ લીમડી દાહોદ રોડ પર દાહોદ તરફ જતા પોલિસ દ્વારા રૂખડી ગામ પાસે થી ગાડી રોકી તેની અટકાયત કરી તેની તલાસી લેતા તેમાં વિદેશી દારૂ જોવા મળ્યો હતો.
પોલિસ દ્વારા ઈકો ગાડીના ચાલક રાજેશ મનસુખ ચારેલ ( ગુલતોરા, ઝાલોદ) ની અટકાયત કરી હતી પોલિસે સધન પુછપરછ કરાતા આ ગાડી તેના ભાઇ નિલેશ ચારેલની હોવાનું કબૂલ કર્યું હતું તેમજ આ ગાડીમાં પડેલ વિદેશી દારૂ છાયણ ગામના બાબુ નીનામાં એ ભરી આપેલ હતો તેમજ આ વિદેશી દારૂ રૂખડી ગામે સબ જેલની પાછળ કોઈ વ્યક્તિ લેવા આવનાર હોવાનું કબૂલ કરેલ હતું. પોલિસ દ્વારા કાયદેસરની કાર્યવાહી કરતા ઈકો ગાડી માંથી બિયરની 14 પેટી જેમાં કુલ 360 ટીન જેની અંદાજિત કિંમત 44040 તેમજ ઈકો ગાડી 5,00,000 અને એક મોબાઇલ 500 થઈ કુલ 5,44,540 રૂપિયાનો મુદ્દામાલ ઝડપી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે.

Share

Related posts

ઝાલોદ તાલુકાના લીમડી-લીમખેડા રોડ પર વાંકોલ બ્રિજનું મજબૂતીકરણ પરીક્ષણ કરાયું માર્ગ અને મકાન વિભાગ (સ્ટેટ) દ્વારા આ કામગીરી હાથ ધરવામાં આવી

gujaratjanekta

વરધરી વિભાગ ત્રિવેદી મેવાડા બ્રાહ્મણ સમાજ દ્વારા જનસાથી ક્રિકેટ ગ્રાઉન્ડ બાલાસિનોર ખાતે ક્રિકેટ ટુર્નામેન્ટનો શુભારંભ કરાયો

gujaratjanekta

ઝાલોદ સ્વર્ણિમ સર્કલ પર પાણીના નિકાલ માટે દુકાનદારોની દુકાનોના ઓટલા તોડતા વ્યાપારીઓ મા રોષ

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial