Gujarat Jan Ekta
તાજા સમાચાર
Breaking News education

ડુંગળીના કટ્ટાની આડમાં ગેરકાયદેસર રીતે લઈ જવાતા 22,03,200 રૂપિયાના વિદેશી દારૂને ઝડપી પાડતી લીમડી પોલિસ 32,12,200 ના મુદ્દામાલ સાથે ડ્રાઈવરની અટકાયત કરવામાં આવી

પંકજ પંડિત

દાહોદ જિલ્લા અધિક્ષક ડૉ રાજદિપસિંહ દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વો દ્વારા ગેરકાયદેસર પ્રવૃત્તિઓ કરનાર લોકો પર સતત વોચ રાખી તેઓને ઝડપી પાડવા સૂચના આપેલ હતી તે અન્વયે ઝાલોદ ડિવિઝનના ડી.વાય.એસ.પી ડી.આર.પટેલ સતત આવા ગુનેગારોને ઝડપી પાડવા માટે પ્રયત્નશીલ હતા.ઝાલોદ ડીવીઝનના ડી.વાય.એસ.પીને બાતમી મળેલ હતી કે મધ્યપ્રદેશ તરફથી એક ટ્રક વિદેશી દારૂનો જથ્થો લઇ ચાકલીયા રોડ તરફ થી પસાર થવાનો છે તે અન્વયે ડી.વાય.એસ.પીની સૂચના અન્વયે લીમડી પી.આઈ કે.કે.રાજપૂત તેમજ પી.એસ.આઇ એ.કે.કુવાડીયા દ્વારા પોલિસ સ્ટાફને સાથે રાખી ચાકલીયા તરફ જતા રસ્તા પર કડક પોલિસ બંદોબસ્ત મૂકી તપાસ હાથ ધરેલ હતી. લીમડી પોલિસ બાતમી વાળી ટ્રકની તપાસમાં હતા તે દરમિયાન રાત્રિના સમયે GJ-31-T-4356 નંબરની ટ્રક આવતા ટ્રકને રોકી તેની તલાસી લેવામાં આવી હતી. ટ્રકની તલાસી લેતા તેની આગળ બાજુ ડુંગળીના કટ્ટા જોવા મળેલ હતા પોલિસ દ્વારા ઝીણવટ રીતે તપાસ હાથ ધરતા પોલિસ ચોકી ગઈ હતી.લીમડી પોલિસને ડુંગળીની આડમાં ગેરકાયદેસર દારૂનો જથ્થો મળી આવેલ હતો જેમાં કુલ ચારસો પેટીઓ હતી જેમાં કુલ 16,080 બોટલ થઈ 22,03,200 નો વિદેશી દારૂ, 10,00,000 રૂપિયાની ટ્રક, 4000 ના 40 ડુંગળીના કટ્ટા તેમજ 5000 નો મોબાઇલ મળી કુલ 32,12,200 નો મુદ્દામાલ સાથે ડ્રાઇવર આરોપી જાકીર મુસા સલાટ ( દેવગઢ બારિયા ) ની અટકાયત કરી લીમડી પોલિસ દ્વારા આગળની તપાસ હાથ ધરવામાં આવેલ છે.

Share

Related posts

ગુજરાતમાં ગામે ગામ સિંચાઈનું પાણી આપવા પિયત મંડળીઓ સ્થપાશે : પાઈપલાઈન નાખવા 50% સબ્સિડી અપાશે

gujaratjanekta

એકલવ્ય મોડેલ રેસી. સ્કૂલ વેજલપુરના વિદ્યાર્થીઓ રાજ્યકક્ષાએ સ્પોર્ટ્સ મીટમાં મોટી સફળતા – જાણો વધું

gujaratjanekta

નર્મદા જીલ્લામાં ધોધમાર વરસાદ : ડેમમાંથી 10 લાખ ક્યુશેક પાણી છોડાયું

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial