Gujarat Jan Ekta
તાજા સમાચાર
Breaking News education

સબડીસ્ટ્રીક્ટ હોસ્પિટલ ખાતે બેસેલ ની:સહાય વૃદ્ધ વ્યક્તિની વહારે આવી ઝાલોદ પોલીસ

પંકજ પંડિત

ઝાલોદ સબ ડીસ્ટ્રીક્ટ હોસ્પિટલ ખાતે એક વૃદ્ધ વ્યક્તિ જે બોલવા અને સાંભળવામાં અસમર્થ છે તેમજ ત્રણ ચાર દિવસથી ત્યાં એકલા બેસી રહે છે તેની બાતમી પીએસઆઇ સી.કે સિસોદિયાને મળતા તેઓ તાત્કાલિક સ્થળે પહોંચ્યા હતા. સ્થળ પર પહોંચી વૃધ્ધ વ્યક્તિ સાથે વાત કરી તેઓના સગા સંબંધીને સોશિયલ મીડિયા દ્વારા જાહેરાત કરી શોધવાની કોશિશ કરી હતી. ચોવીસ કલાક ઉપરાંત થવા છતાંય આ વૃદ્ધ વ્યક્તિના કોઈ સગા સંબંધી ન મળતાં ઝાલોદ પોલીસ સી.કે.સીસોદીયા દ્વારા આ વૃદ્ધ વ્યક્તિને સ્વચ્છ કરાવી દાઢી વાળ કપાવી તેઓને નવા કપડા પહેરાવી અને તેઓની મેડિકલ તપાસ કરાવી હતી. વૃદ્ધ વ્યક્તિની કોઈ સગા સંબંધી ન મળતાં ઝાલોદ પોલીસ દ્વારા તેઓને બાયડ ખાતે આવેલ જય અંબે મંદબુદ્ધિ આશ્રમ ખાતે મોકલવામા આવેલ હતા. પોલિસ દ્વારા આ અસહાય વૃદ્ધ વ્યક્તિની તકેદારી રાખવામાં આવી તેને લઈ ઝાલોદ પી.એસ.આઈ સીસોદીયા દ્વારા કરવામાં આવેલ સરાહનીય કાર્યની ચોમેર પ્રસંશા થઈ રહેલ છે.

Share

Related posts

ગુજરાત ફ્લોરોકેમિકલ્સ દ્વારા SDG દિવસ ની ઉજવણી.

gujaratjanekta

થરૂરે મલ્લિકાર્જુન ખડગેને ગણાવ્યા ‘ભીષ્મ પિતામહ’, નામાંકન પાછું ખેંચવા પર કહી દીધી આ વાત

gujaratjanekta

MGVCL ની ઘોર બેદરકારી : ભરચક વિસ્તારમાં કરંટ લાગવાથી પશુનું મોત- જાણો વધુ

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial