Gujarat Jan Ekta
તાજા સમાચાર
general news Other ગુજરાત ન્યૂઝ

માંડવી તાલુકાના શેરડી ગામે ૧૩ કરોડના સિંચાઈના કાર્યોનું ખાતમુહૂર્ત કરતા ધારાસભ્ય

માંડવી :

તાલુકાના શેરડી ગામે ૭૧૩ કરોડના નવ જેટલા ડેમોની સુધારણાના કાર્યોનો ખાતમુહૂર્ત ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવેના હસ્તે કરાયું હતું. મંચસ્થ મહાનુભાવોના હસ્તે દીપ પ્રાગટ્ય બાદ ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવે, તાલુકા ભાજપ પ્રમુખ સામતભાઈ ગઢવી, જિલ્લા પંચાયતના સિંચાઈ સમિતિના ચેરમેન રૂપેશભાઈ આહીર, અમુલભાઇ દેઢિયાનો સન્માન કરાયું હતું.

 

આ પ્રસંગે ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવે એ સરકારના વિવિધ પ્રયત્નોથી અને લોકો દ્વારા સિંચાઈના કાર્યો માંડવી મુન્દ્રા વિસ્તારમાં મોટાપાયે કરવામાં આવ્યા છે જેની ફળશ્રુતિ રૂપે આ કાંઠાળ પટ્ટામાં ભૂગર્ભજળ ઊંચા આવ્યા છે અને આગામી સમયમાં પણ વધુ જળસંગ્રહના કાર્યો કરવાનું આયોજન હોવાનું તેમણે જણાવ્યું હતું. સામતભાઈ ગઢવી, અમુલભાઈ દેઢિયાએ પ્રસંગિક ઉદબોધનો કર્યા હતા. આ પ્રસંગે હરિભાઈ ગઢવી, પરેશ ભાનુશાલી, હરદાસ ગઢવી, બાબા શેઠ વગેરે ઉપસ્થિત કાર્યક્રમનું રહ્યા સંચાલન કાર્યક્રમનું મહેન્દ્રભાઈ રામાણીએ કર્યું હતું અને શાસ્ત્રોત વિધિ શિવશંકર મહારાજે કરાવી હતી.

Share

Related posts

દેવગઢ બારીયાની વાય. એસ. આર્ટ્સ અને કે. એસ. શાહ કોમર્સ કોલેજ ખાતે સિકલસેલ એનીમિયા કંટ્રોલ કાર્યક્રમ યોજાયો

gujaratjanekta

સ્ટુડન્ટ ઇનોવેશન ફેસ્ટ 2024 અંતર્ગત વાર્તાલાપ

gujaratjanekta

ભાજપને તેના જ ગઢ સુરતમાં મોટો ઝટકો લાગ્યો, આ દિગ્ગજ ઉદ્યોગપતિએ પાર્ટી છોડી દીધી

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial