Gujarat Jan Ekta
તાજા સમાચાર
Breaking News education

ઝાલોદ તાલુકાના ચાકલીયા ગામે રાજકોટના યુવક પાસે લગ્નની લાલચની આડમાં રૂપિયાની માંગણી : માંગણી પુરી ન થતાં યુવકને ઢોર માર માર્યો

પંકજ પંડિત

ઝાલોદ યુવકનું દાહોદ ઝાયડસ હોસ્પિટલ ખાતે સારવાર દરમ્યાન મોત રાજકોટ ખાતે રહેતા બે ભાઈઓ રમેશ કરમશી ડાગરેચીયા અને મૂકેશ જે ગેરેજનુ કામ કરી પોતાનું ગુજરાન ચલાવે છે. તેમાં રમેશભાઈની પત્નીનું અમુક કારણોસર ચૌદ વર્ષ પહેલાં છૂટાછેડા થયેલ છે. બંને ભાઈઓનુ ગેરેજ રાજકોટ થી ત્રીસ કિલોમીટર દૂર કાગદડી ગામે આવેલ છે. તેમના ગેરેજ પર દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના લીમડી ગામના મજૂરો આવજા કરતા હતા અને તેઓ સાથે બંને ભાઇઓની સારી મિત્રતા થઈ ગયેલ હતી. લીમડી મુકામે રહેતા સુનીતાબેન અને પ્રવિણભાઈ રમેશભાઈના ઘરે આવી તેમના નાનાભાઈ મૂકેશભાઈ સાથે લગ્નની વાત કરી તેઓ પાસે અઢી લાખ રોકડા અને અઢી કિલો ચાંદીની માંગણી કરેલ હતી જેથી રમેશભાઈએ લગ્નની ના પાડી દીધેલ હતી.રમેશભાઈ પ્રવિણભાઈ, વિપુલભાઈ તેમજ સુનિતાબેન તેમજ તેમના મળતીયા સાગરિતો દ્વારા બીજી છોકરી બતાવવા માટે લાલચ આપી હતી અને તેઓ બીજી છોકરી જોવા રાજકોટ થી લીમડી ( દાહોદ) આવેલ હતા. રમેશભાઈ તારીખ 07-05-2025 ના રોજ રાજકોટ થી નીકળી 08-05-2025 ના રોજ બપોરે લીમડી મુકામે પહોંચી ગયેલ હતા. રમેશભાઈ લીમડી મુકામે આવી પ્રવિણભાઈ,વિપુલભાઈ અને સુનીતાબેનને મળવા આવેલ હતા અને આ મંડળી તેઓને બીજી છોકરી બતાવવાની લાલચે બોલાવેલ હતા. આ ત્રિપુટી તેમજ તેમના સાથે અન્ય વ્યક્તિઓ જોડાઈ રમેશભાઈને ઘરે રાખી તેઓ પાસે દસ લાખ રૂપિયાની માંગણી કરેલ હતી અને જો દસ લાખ નહીં આપે તો જાનથી મારી નાખવાની ધમકી આપેલ હતી. આ વાતની જાણ રમેશભાઈએ તેમની બેનને કરી હતી આવી વાતની જાણ પરિવારમાં થતા તેઓ ડઘાઈ ગયેલ હતા અને તેઓએ તાત્કાલિક રાજકોટ પોલિસ સ્ટેશન ખાતે આ સમગ્ર ઘટનાની જાણ ત્યાંના પી.આઈ રાણેને કરી હતી.ઉપરોક્ત ત્રિપુટી તેમજ તેમના સાગરિતોએ ચાકલીયાની આસપાસના કોઈ ગામે બોલાવી ગોંધી રાખી દસ લાખ રૃપિયાની માંગણી કરી હતી તેમજ તેઓને હથિયારો વડે ઢોર માર મારી ગંભીર ઈજાઓ પહોંચાડી હતી. ઇજાગ્રસ્ત રમેશભાઈને ઢોર માર મારી તેમને ચાકલીયાના સુમસામ ખેતરમાં ફેંકી દેવામાં આવેલ હતા. ઝાલોદ પોલિસને ખબર પડતાં તાત્કાલિક ત્યાં પહોંચી ગયેલ હતા ત્યાં પહોંચતા રમેશભાઈ જીવિત હતા પોલિસ દ્વારા તાત્કાલિક રમેશભાઈને દાહોદ ઝાયડસ ખાતે મોકલી આપેલ હતો. ઝાલોદ પોલિસ દ્વારા રમેશભાઈને તેમના પરિવાર સાથે વિડિયો કોલ પર વાત કરાવતા પોલિસને સમગ્ર ઘટનાની જાણકારી મળેલ હતી ત્યારબાદ પોલિસ દ્વારા આ અંગે તાત્કાલિક પગલાં ભરી ત્રણેય આરોપીઓને ઝડપી લીધેલ હતા. ઝાલોદ ડિવિઝન પોલીસને આ અંગે એક જ દિવસમાં મોતને ઘાટ ઉતારનાર આરોપીને ઝડપી પાડવામાં સફળતા મેળવેલ હતી.

Share

Related posts

ઇલોલ આરોગ્ય કેન્દ્રમાં ટી.બી.ના દર્દીઓને પોષણ યુક્ત આહાર કિટ વિતરણ કાર્યક્રમ યોજાયો

gujaratjanekta

આજે PM અંબાજીમાં 7200 કરોડથી વધુના મૂલ્યના વિવિધ વિકાસ યોજનાઓ રાષ્ટ્રને સમર્પિત કરશે

gujaratjanekta

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ભાવનગર ખાતે પહોંચ્યા : ભાવનગરમાં દર્દીઓની મુલાકાત-જાણો વધુ

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial