પંકજ પંડિત
ઝાલોદ નગરની આઇ.પી.મીશન એચ.એસ.સી સામાન્ય પ્રવાહમાં કુલ 88 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી જેમાં કુલ 80 વિદ્યાર્થીઓ પાસ થતા શાળાનું કુલ પરિણામ 90.90% આવેલ હતું. જેમાં પ્રથમ ત્રણ નંબર મેળવનાર બાળકોમાં પ્રથમ નંબરે પલાસ પુજા જયેશના 700/596 85.14% બીજા નંબરે નીનામા મીનલ વિજય 700/578 82.57% ત્રીજા નંબરે વગેલા આરતી લાલુ 700/567 81.00% લાવી શાળાનું ગૌરવ વધારેલ છે.

