પંકજ પંડિત
ઝાલોદ સાયન્સનુ 82.92% તેમજ સામાન્ય પ્રવાહનુ 89.95% પરિણામઆજરોજ તારીખ 05-05-2025 સોમવારના રોજ સવારે 10:30 કલાકે ગુજરાત રાજ્ય GSEB બોર્ડ દ્વારા HSC નુ રિઝલ્ટ જાહેર કરવામાં આવ્યું હતું. જેનામાં ગુજરાત રાજ્ય GSEB સાયંસનુ 83.51% તેમજ સામાન્ય પ્રવાહનું 93.07% પરિણામ આવેલ છે. જેનામાં દાહોદ જિલ્લા સાંયસ પ્રવાહનુ 59.15% અને સામાન્ય પ્રવાહનું 93.03% પરિણામ આવેલ છે. ઝાલોદ કેન્દ્ર સામાન્ય પ્રવાહનું પરિણામ 89.20% તેમજ બી.એમ.હાઈસ્કૂલનુ પરિણામ 89.95% આવ્યું હતું.
GSEB નું પરિણામ આવતા ઝાલોદ બી.એમ.હાઈસ્કૂલનુ પરિણામ ગત વર્ષ કરતાં ખૂબ સુંદર આવેલ હતું. સાંયસ પ્રવાહમાં કુલ 41 વિધાર્થીઓ અભ્યાસ કરતા હતા જેમાંથી કુલ 34 વિધાર્થીઓ પાસ થતા 82.92% પરિણામ આવ્યું હતું તેમજ સામાન્ય પ્રવાહમાં કુલ 209 વિદ્યાર્થીઓ અભ્યાસ કરતા હતા જેમાંથી 188 વિદ્યાર્થીઓ પાસ થતા 89.95% પરિણામ આવ્યું હતું. જે ગત વર્ષ કરતાં ખૂબ સુંદર અને સારું જોવા મળતા ઝાલોદ શાળામાં ભણાવતા શિક્ષકોની મહેનત તેમજ બાળકોની ભણતર પ્રત્યે સજાગતા જોવા મળી હતી. શિક્ષક અને વિદ્યાર્થીઓની મહેનતને લઈ શાળાનું પરિણામ એ સૂચવે છે કે મહેનત કરો તો બધું શક્ય છે. પ્રથમ ત્રણ નંબર પર આવેલ વિદ્યાર્થીઓએ શાળાના ઉત્તમ ભણતરની ભારોભાર પ્રશંસા કરી હતી. ઝાલોદ બી.એમ.હાઈસ્કૂલના પ્રિન્સિપાલ યુક્તિ પંચાલે શાળામા ભણતા તમામ વિધાર્થીઓને સુંદર પરિણામ લાવવા શુભેચ્છાઓ પાઠવી હતી તેમજ દરેક વિદ્યાર્થીઓ પોતાની કારકિર્દીમા ખૂબ આગળ વધી શાળા તેમજ પરિવારનુ નામ રોશન કરે તે માટે શુભકામનાઓ પણ પાઠવી હતી.
સાંયસ પ્રવાહના પ્રથમ ત્રણ વિદ્યાર્થીઓ
1) બોડાણા અર્ચના સુરેશચંદ્ર – 540/650 ( 83.07% )
2) સંગાડા વૈશાલી વાલસીંગ 536/650 ( 82.46%)
3) પ્રજાપતિ ઝરણા મૂકેશભાઈ 473/650 (72.76%)
વાણિજ્ય પ્રવાહના પ્રથમ ત્રણ વિદ્યાર્થીઓ
1) ગુરુનાની જ્હાન્વી યોગેશ – 586/700 (83.71)
2) પંચાલ પ્રાચી અશોક- 581/700 ( 83.00%)
3) દૈયા મેઘા અશોક- 579/700 ( 83.00% )
સામાન્ય પ્રવાહના પ્રથમ ત્રણ વિદ્યાર્થીઓ
1) પરમાર પ્રતીક્ષા નગીન- 596/700 ( 85.14%)
2) પારગી ઘવલ શૈલેષ- 594/700 ( 84.85% )
3) ગરાસિયા રીષીકા અતુલ- 592/700 ( 84.57% )

