Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

ફતેપુરા મામલતદાર કચેરી ના સભાખંડમાં તાલુકા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાયો

શબ્બીરભાઈ સુનેલવાલા

નાયબ કલેકટર અને પ્રાંત અધિકારી શ્રી લીમખેડા ની અધ્યક્ષતામાં તાલુકા સ્વાગત અને ફરિયાદ નિવારણ કાર્યક્રમ   ફતેપુરા તાલુકાના મુખ્ય મથક ફતેપુરા મામલતદાર કચેરીના સભાખંડમાં નાયબ કલેકટર અને પ્રાંત અધિકારી શ્રી લીમખેડા ની અધ્યક્ષતામાં તાલુકા સ્વાગત અને ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં ફતેપુરા મામલતદાર એસ જી ડામોર તેમજ કાર્યક્રમને લગતા અધિકારી શ્રીઓ અને કર્મચારીઓ હાજર રહ્યા હતા તાલુકા સ્વાગત અને ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં અરજદારો દ્વારા નવ પ્રશ્નો રજૂ થયા હતા સલીયાટા ગ્રામ પંચાયતમાં હર ઘર યોજના ની તપાસ કરી પાણીની સમસ્યા હલ કરવા અને કામ પૂર્ણ કરવા બાબત.
ઝેર ગામે સેવાનિયા ફળિયામાં વાસમો યોજના અંતર્ગત બનનાર પાણીની ટાંકી મારફતે પીવાના પાણી નું પાણી એક વર્ષથી બંધ છે ચાલુ કરવા બાબત. ફતેપુરા થી ઝાલોદ જતા રોડ પર પારગી પેટ્રોલ પંપ ની સામે પડેલ ભયજનક ખાડો તાત્કાલિક પુરવા બાબત. પાણી માટે બોર  બનાવવાની તેમજ વિવિધ યોજનાથી વંચિત રાખવા માટે આત્મા વિલોપન બાબત. અનુ આદિજાતિ અને વંશપરાપરગત વસનારોના વન અધિકાર કાયદા હેઠળ મળેલ અધિકાર પત્રક વાલી જમીન વ્યક્તિગત રેવન્યુ હેડે દાખલ કરવા બાબત. જમીનની સનદ મેળવવા બાબત. દાવા અરજી પડતર હોય કાર્યવાહી કરી જમીનની સનદ મેળવવા બાબત.ભ્રષ્ટાચારની તપાસ કરવા બાબત. ના પ્રશ્નો રજૂ થયેલ હતા પ્રશ્નોનું નિવારણ કરવામાં આવ્યું હતું

Share

Related posts

ઝ।લોદ ખાતે મુક બધીર દિવ્યાંગ ઉમેદવારો માટે રોજગાર ભરતી મેળો, સ્વરોજગાર માર્ગદર્શન અને અનુબંધમ નામ નોંધણી કેમ્પ યોજાશે

gujaratjanekta

સુરતમાંથી 75 લાખની રોકડ જપ્ત કરવાના કેસની તપાસ હવે EDને સોંપાઈ

Admin

મહીસાગર જીલ્લામાં વાસ્મો કચેરીના યુનિટ મેનેજર સહિત ૭ જેટલા કર્મચારીઓની સામુહિક બદલીઓ સહિત સસ્પેન્ડ કરાતા ભારે ફફડાટ !!

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial