Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

ઝાલોદ એ.પી.એમ.સી ની ચૂંટણીમા મહેશ ભૂરીયાની બિનહરીફ જીત : સતત બીજી ટર્મ માટે વિજેતા જાહેર થયા

પંકજ પંડિત

ચૂંટણી પ્રક્રિયામાં 17 માંથી 15 પ્રતિનિધિ હાજર- બે ગેરહાજર આજરોજ ઝાલોદ ધારાસભ્ય મહેશ ભૂરીયા સતત બીજી ટર્મ માટે ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિના ચેરમેન તરીકે બિનહરીફ ઉમેદવાર ચૂંટણી અધિકારી ડી.કે.ખેર દ્વારા જાહેર કરવામાં આવેલ હતા.
ઝાલોદ એ.પી.એમ.સી ની ચૂંટણીના નવા ટર્મ માટેની ચૂંટણી એક મહિનાથી સતત ચર્ચામા રહેલ હતી. ચૂંટણી આવતા ઘણીવાર ચેરમેન બનવા અવનવા કાવાદાવા રચાતા હોય છે પરંતુ આ બધા કાવાદાવા વચ્ચે પણ સતત સચોટ કામગીરી કરનાર મહેશ ભૂરીયા પર વોટીંગ કરનાર પ્રતિનિધિઓએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. ઝાલોદ એ.પી.એમ.સીની ચૂંટણીમાં જીતેલ કુલ 17 પ્રતિનિધિ દ્વારા બીજી ટર્મ માટે વોટિંગ કરવામાં આવેલ છે જેમાંથી 10 ખેડૂત પ્રતિનિધિ, 04 વ્યાપારી પ્રતિનિધિ, 01 ખરીદ વેચાણ સંઘ પ્રતિનિધિ, 01 જિલ્લા રજીસ્ટ્રાર સહકારી મંડળી પ્રતિનિધિ ( દાહોદ) ,01 જિલ્લા ખેતીવાડી અધિકારી ( દાહોદ) દ્વારા વોટિંગ કરવામાં આવનાર હોય છે જેમાંથી 01 ખેડૂત પ્રતિનિધિ ગેરહાજર અને 01 જિલ્લા સહકારી મંડળી ( દાહોદ ) ગેરહાજર રહેલ હતા.એ.પી.એમ.સીના ચેરમેન પદ માટે મહેશ ભૂરીયા દ્વારા ઉમેદવારી નોંધાવવામાં આવી હતી. ચૂંટણી અધિકારી દ્વારા અન્ય કોઈને ફોર્મ ભરવું હોય તો ફોર્મ ભરવા સૂચન કરેલ પરંતુ અન્ય કોઈ પણ વ્યક્તિએ ફોર્મ ન ભરતાં મહેશ ભૂરીયા બિનહરીફ ચૂંટાયેલ જાહેર કરવામાં આવ્યા હતા.બિનહરીફ ચૂંટણી જીતતા મહેશ ભૂરીયાના ટેકેદારો દ્વારા ફટાકડા તેમજ ઢોલ નગારા વગાડી એક બીજાને મીઠાઈ વહેંચી જીતની ઉજવણી કરી હતી. ચૂંટણી જીતતા મોટા પ્રમાણમાં શુભેચ્છકો શુભેચ્છાઓ આપવા ઉમટી પડેલ હતા. સમગ્ર ચૂંટણી દરમિયાન પોલિસ દ્વારા પણ સધન પોલિસ બંદોબસ્ત મુકવામાં આવેલ હતો.

Share

Related posts

દાહોદ અને સી મેમ કાર્યક્રમ અંતર્ગત આંગણવાડી કેન્દ્રમાં સમયસર આવવા માટે અને આંગણવાડી કેન્દ્રમાં આપવામાં આવતા

gujaratjanekta

સંજેલી તાલુકાના હીરોલા ગામના વિદ્યાર્થી સરદાર પટેલ યુનિવર્સિટીમાં શ્રેષ્ઠ વિદ્યાર્થી પસંદ થતા સંજેલીનો ગૌરવ વધાર્યું..

Admin

દાહોદ જિલ્લા પંચાલ સમાજ પ્રગતિ મંડળ દ્વારા શૈક્ષણિક માર્ગદર્શન સેમિનાર અને તેજસ્વી તારલાઓનું સન્માન સમારોહ યોજવામાં આવ્યો

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial