Gujarat Jan Ekta
તાજા સમાચાર
Breaking News ટોપ ન્યૂઝ

પેરિસ / ઓલિમ્પિકમાં ભારતનું ‘સુવર્ણ’ સપનું રોળાયું, ભાલા ફેંકમાં નીરજને સિલ્વર, પાકિસ્તાનને ગોલ્ડ

ભારતની જેવલિન થ્રોમાં પણ ગોલ્ડ મેડલની આશા પર પાણી ફરી ગયું છે. નીરજ ચોપરાએ પેરિસ ઓલિમ્પિક્સમાં સિલ્વર મેડલથી સંતોષ માનવો પડ્યો હતો. ભારતના સ્ટાર જેવલિન થ્રોઅર નીરજ ચોપરાએ પેરિસ ઓલિમ્પિક્સમાં સિલ્વર મેડલ જીતી લીધો છે.

3 વર્ષ પહેલા નીરજ ચોપરાએ ટોક્યો ઓલિમ્પિકમાં ભાલા ફેંકમાં ગોલ્ડ મેડલ જીતીને ઈતિહાસ રચ્યો હતો. ભારતના ઈતિહાસમાં એથ્લેટિક્સમાં આ પહેલો મેડલ હતો અને તે પણ સીધો ગોલ્ડ મેડલ. આ પછી નીરજે તેની રમતની દરેક સંભવિત વૈશ્વિક ટુર્નામેન્ટ જીતી, જેમાં વર્લ્ડ ચેમ્પિયનશિપ અને ડાયમંડ લીગ જેવા મહત્વના ટાઇટલનો સમાવેશ થાય છે.

ભારતીય સ્ટારે જોરદાર પ્રદર્શન કર્યું અને પ્રથમ પ્રયાસમાં જ 89.34 મીટરનો થ્રો કર્યો અને ક્વોલિફાય કર્યું. આ નીરજના કારકિર્દીના સર્વશ્રેષ્ઠ 89.94 મીટરના થ્રો કરતા થોડો ઓછો હતો. ક્વોલિફિકેશન રાઉન્ડના બંને ગ્રુપમાં નીરજનો થ્રો સૌથી દૂર હતો અને તે નંબર-1 હતો.

Share

Related posts

ઝાલોદ નગરમાં શ્રમિક અન્નપૂર્ણા યોજનાનો શુભારંભ ઠુઠી કંકાસીયા ચોકડી ખાતે કરવામાં આવ્યું

gujaratjanekta

સંતરામપુરમાં ગટરોની નિયમિત સાફ સફાઈનો અભાવ : ગટરોનું પાણી રસ્તા ઉપર ફરી વળ્યું

gujaratjanekta

ગોધરા કોમર્સ કોલેજના પ્રો. અરૂણસિંહ સોલંકીના પુસ્તકનું મંત્રી શ્રી પ્રફુલ પાનસેરીયા ના હસ્તે વિમોચન

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial